એપલ વોચઃ માપશે તમારા ધબકારા ને બોલીને કરી શકાશે TWEET, જુઓ PIX

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(એપલ વોચનું લોન્ચિંગ કરતાં એપલના સીઇઓ ટિમ કૂક)
ક્યૂપરટિનોઃ એપલે આઇફોન 6 અને 6 પ્લસ લોન્ચ કર્યા બાદ એપલની નવી પ્રોડક્ટ એપલ વોચ લોન્ચ કરી. એપલ વોચમાં એસ 1 નામની નવી ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એપલ વોચની મદદથી તમારા હૃદયના ધબકારા માપી શકે છે. વોચની અંદર ખાસ એક વાઇબ્રેટર અને એક સ્પીકર લગાવવામાં આવ્યા છે. એપલની વોચની મદદથી તમે ટ્વીટર પર બોલીને ટ્વીટ પણ કરી શકશો. વોચ થકી એપલ મેપનો પણ ઉપયોગ પણ કરી શકાશે. આ વોચની મદદથી તમે મેસેજ પણ રિસીવ કરી શકશો અને મોકલી પણ શકશો.

આ વોચ વિવિધ રંગોમાં લોન્ચ કરવામાં આવી છે. તે સિવાય ઇચ્છાનુસાર એપલ વોચના બેલ્ટ ચેન્જ કરી શકાશે. આ વોચમાં લેધર, મેટલ અને પ્લાસ્ટિકના બેલ્ટ આવે છે. તે સિવાય વોચની સ્ક્રીન પર કોઇ પણ ફોટોને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ સાથે જોઇ શકાશે. એપલ વોચમાં તમે આંગળી દ્વારા કંઇ પણ દોરીને તમારા મિત્રને મોકલી શકશો. એપલ વોચનું વેચાણ 2015ની શરૂઆતમાં શક્ય બનશે. તેની કિંમત 349 ડોલર (અંદાજે 21,250 રૂપિયા) રાખવામાં આવી છે.

એપલ વોચના કેટલાંક ફીચર્સ
1. વોચથી આઇફોન પર મ્યુઝિક પણ કંટ્રોલ કરી શકાશે.
2. કોઇ પણ પ્રકારના નોટિફિકેશન આવે ત્યારે વોચ વાઇબ્રેટ થતી હોય છે.
3. વોચની મદદથી આઇફોન પર વાત પણ કરી શકાય છે.
4. વોચ પર મેસેજ ટાઇપ કરવાની સુવિધા નથી, પરંતુ બોલીને મેસેજ ટાઇપ કરી શકાય છે.
5. વોચ આઇફોન 6, 6 પ્લસની સાથે એપલ 5 અને 5 એસ પર પણ કામ કરે છે.
6. ઇન્ટરનેટની મદદથી આ વોચ તમને ફિટનેસ સંબંધિત સલાહ પણ આપે છે.
7. આઇવોચમાં સિરી સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. સિરી થકી વોઇસ કમાન્ડથી મેસેજ મોકલવા, કોલ કરવા અને રિમાઇન્ડર સેટ કરી શકાય છે.
એપલ વોચ ત્રણ મોડેલ્સમાં મળશે

1. એપલ વોચ
2. વોચ સ્પોર્ટ્સ
3. વોચ એડિશન
સ્લાઇડ બદલો ને જુઓ એપલ વોચની વધુ તસવીરો