• Gujarati News
  • Apple Occupies Number 1 Position In Tablets, Samsung Is Next

ટેબલેટનાં વેચાણમાં એપલ નંબર વન, સેમસંગ બીજા ક્રમે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એપલનાં શેરનાં ભાવ ભલે ગગડી રહ્યા હોય, પણ તેનું ટેબલેટ આઇપેડ બજારમાં ઝડપથી દોડી રહ્યું છે. વૈશ્વિક સ્માર્ટફોનનાં વેચાણમાં એપલ બીજા ક્રમે છે, પણ ટેબલેટ સેગમેન્ટમાં કંપનીએ પહેલો ક્રમ મેળવ્યો છે.

રિસર્ચ કંપની આઇડીસીએ જણાવ્યા પ્રમાણે જુદા જુદા દેશોનાં ગ્રાહકોમાં આઇપેડ હજું પણ પહેલી પસંદ છે. આઇડીસીએ જણાવ્યું હતું કે એપલનું આઇપેડ ફરી એક વાર બજારમાં અગ્રણી છે. કંપનીએ 2.29 કરોડ આઇપેડ વેચ્યા છે. આઇપેડ મિની તેમજ ચોથી જનરેશનનું ફુલ સાઇઝનું આઇપેડ લોન્ચ થતાં કંપનીની શિપમેન્ટમાં ગયા વર્ષની સરખામણીમાં ગયા વર્ષે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 48.1 ટકા વધી છે.

બીજા ક્રમે રહેલી સેમસંગે પોતાનાં વાર્ષિક વેચાણમાં 263 ટકાનો વધારો નોંધાવ્યો છે. કંપનીએ છેલ્લા ત્રિમાસિક ગાળામાં 80 લાખ એન્ડ્રોઇડ અને વિન્ડોઝ 8 ટેબલેટ વેચીને 15.1 ટકા બજાર હિસ્સો મેળવ્યો છે. આ પહેલાનાં ત્રિમાસિક ગાળામાં કંપનીનો બજાર હિસ્સો આટલો જ હતો.

એપલ અને સેમસંગ ઉપરાંત ટોચની પાંચ ટેબલેટ કંપનીઓમાં એમેઝોન, કિન્ડલ ફાયર અને એસુસ તેમજ બર્નસ એન્ડ નોબલનો સમાવેશ થાય છે. માઇક્રોસોફ્ટ ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન મેળવી નથી શકી.