પહેલાં ફોનથી આજ સુધી કેટલો બદલાયો એપલનો આઇફોન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટ - પહેલાંનો આઇફોન અને લેટેસ્ટ આઇફોન 6)
ગેજેટ ડેસ્ક : હાલમાં જ 9 સપ્ટેમ્બરે એપલે પોતાના આઇફોન 6 અને આઇફોન 6+ને લોન્ચ કરીને અન્ક યુઝર્સની આતુરતાનો અંત લાવ્યો છે. કંપનીએ પોતાના આ બંને ફોનને અલગ અલગ સાઇઝમાં લોન્ચ કર્યા છે. આ ફોનનો લૂક અને વજન પણ યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. નવા આઇફોનમાં કંપનીએ પહેલાં કરતાં અનેક વધારે ફીચર્સ આપવાનો પ્રયાસ કર્યો છે. શું તમે જાણો છો કે કંપનીનો પહેલો આઇફોન કયા ફીચર્સ ધરાવતો હતો અને આજનો આઇફોન કયા લેટેસ્ટ ફીચર્સ ધરાવે છે. આ બંને ફોનમાં ઘણું મોટું અંતર જોવા મળે છે. દિવ્યભાસ્કર.કોમ દ્વારા આજે આપને કંપનીના પહેલા આઇફોન અને હાલના લેટેસ્ટ આઇફોનના ફીચર્સ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આવો હતો પહેલો આઇફોન

દુનિયાની સૌથી મોટી ફોન નિર્માતા કંપની એપલે આજથી બરાબર 7 વર્ષ પહેલાં પોતાના આઈફોનને લોન્ચ કર્યો હતો. ત્યારે ન તો તેમાં વીડિયો રેર્કોડિંગ હતું અને ન તો ફ્રન્ટ ફેસિંગ કેમેરા. મુખ્ય કેમરાને પણ ફક્ત 2 એમપીનો બનાવવામાં આવ્યો હતો. ફોનનો રંગ પણ બ્લેક જ રાખવામાં આવ્યો હતો. આ ફોન ફક્ત 4 અને 8 જીબીના વેરિએંટમાં લાવવામાં આવ્યો હતો. ફોન 3જી સપોર્ટ કરતો ન હતો. ત્યારથી લઇને આજસુધી આઇફોન દુનિયાના સ્માર્ટફોનનો બાદશાહ બની ચૂક્યો છે.
આગળની સ્લાઇડમાં વાચો અન્ય આઇફોનમાં શું છે ખાસ...