આવો દેખાય છે એપલનો iPhone 6, જુઓ તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ક્યુપરટિનો ખાતે એપલે આઇફોન 6 અને આઇફોન 6 પ્લસ લોન્ચ કર્યા)

લોસ એન્જલસઃ ટેક્નોલોજી જાયન્ટ એપલે બે નવા આઇફોન માર્કેટમાં લોન્ચ કર્યા છે. આઇફોન 6 અને આઇફોન 6 પ્લસ નામથી આ બંને ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. આઇફોન 6ની સ્ક્રીન 4.7 ઇન્ચની છે જ્યારે આઇફોન 6 પ્લસની સ્ક્રીન 5.5 ઇંચની છે. બંને આઇફોન અગાઉના મોડેલ આઇફોન 5 કરતાં પાતળા છે.
આઇફોન 6ની જાડાઇ માત્ર 6.9 એમએમ છે જ્યારે આઇફોન 6 પ્લસની જાડાઇ 7.1 એમએમની છે. જેમાં હોમ સ્ક્રીન માટે ખાસ લેન્ડ સ્કેપ વ્યૂ ફીચર એડ કરવામાં આવ્યા છે. બંને ફોન એપલની નવી ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસ 8ની સાથે લોન્ચ થયા છે. આઇફોન 6 અને આઇફોન 6 પ્લસમાં એપલનું નવું એ8 પ્રોસેસર છે.
સ્લાઇડ બદલો ને જુઓ એપલના નવા iPhone 6 અને આઇફોન 6 પ્લસની તસવીરો