LIVE BLOG: કાઉન્ટ ડાઉન શરૂ, થોડી જ મિનિટોમાં લોન્ચ થશે new iPhone 6

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(iPhone 6 અને iPhone 6 Plusની પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે.
ક્યુપરટિનોઃ સ્માર્ટફોન કંપની એપલે મંગળવારે રાત્રે બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આઇફોન-6 અને આઇફોન-6 પ્લસ. બંને મોડેલ અત્યાર સુધીના આઇફોનની સરખામણીમાં 50 ટકા વધુ ફાસ્ટ છે. કંપનીએ એપલ વોચ અને એપલ પે સર્વિસ પણ લોન્ચ કરી છે. એપલ સીઇઓ ટિમ કૂકે કહ્યું કે, આ આઇફોન સીરિઝનો સૌથી એડવાન્સ ફોન છે. આઇફોન-6માં સ્ક્રીનની સાઇઝ વધારવામાં આવી છે. જે મોબાઇલ પર વીડિયો જોવા, ગેમ રમવા અને ઇન્ટરનેટ બ્રાઉઝ કરવામાં ઉપયોગી બનશે. આઇફોન અમેરિકામાં 19મી સપ્ટેમ્બરથી મળવાના શરૂ થશે. જોકે વિશ્વના અન્ય 115 દેશોમાં તેઓ ચાલુ વર્ષના અંત સુધીમાં વેચાવવાના શરૂ થશે. એપલ ઇન્ડિયા અનુસાર, 26 સપ્ટેમ્બરથી ભારતમાં આઇફોન-6 અને આઇફોન-6 પ્લસનું વેચાણ શરૂ કરશે તેવી વાત જણાવવામાં આવી હતી. લોન્ચના બીજા જ દિવસે કંપનીએ પોતાના આ બંને ફોનના વેચાણની તારીખ ભારત માટે બદલીને 17 ઓક્ટોબરની કરી દીધી છે. એટલે કે આઇફોન 6ના ચાહકોને ફોન લેવા માટે નક્કી કરેલી તારીખ કરતાં 22 દિવસની વધારે રાહ જોવી પડશે. કંપનીએ અમેરિકામાં આઇફોન 6 લોન્ચ કર્યા બાદ ભારતમાં લોન્ચ માટે લગભગ એક મહિનાનું અંતર રાખ્યું છે.
આઇફોન-6ની કિંમત 12,059થી 24,179 રૂ. તથા આઇફોન-6 પ્લસની કિંમત 18,119 રૂ,થી 30,239 રૂ. (આ કિંમત અમેરિકામાં મોબાઇલ કંપનીમાં બે વર્ષના કોન્ટ્રાક્ટ અનુસાર છે). જો કે, ઓપન માર્કેટમાં આઇફોન-6ની કિંમત જાહેર કરવામાં નથી આવી.
મંગળવારે લોન્ચ કરાયેલા બન્ને એપલે દાવો કર્યો છે કે આઇફોન 6ના પ્રોસેસર એ7 કરતાં નાના હોવા છતાં 20 ટકા વધારે ઝડપી છે અને તેઓ 50 ટકા વધુ સારા ગ્રાફિક્સ ધરાવે છે. તેના કારણે આઇફોન-6 84 ગણો ઝડપી ચાલશે.

જાણો, નવા આઇફોનના ખાસ ફીચર્સ
સ્પીડઃ એ8 ચિપ. 25 ટકા વધુ પ્રોસેસિંગ પાવર, બેસિફ આઇફોનથી 84 ઘણા ફાસ્ટ ગ્રાફિક્સ.

સાઇઝઃ અગાઉના ફોન કરતાં સ્લિમ. આઇફોન-6ની જાડાઇ 6.9 એમએમ છે, જ્યારે આઇફોન -6 પ્લસની જાડાઇ 7.1 એમએમ છે.

કેમેરાઃ ફોક્સ પિક્સેલની સુવિધા. હાથ હલવા છતાં અને ઓછા પ્રકાશમાં પણ સારી તસવીરો ક્લિક થશે. બંને ફોનમાં 8 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો છે.

સ્લાઇડ બદલો ને જાણો આઇફોન-6 અને આઇફોન 6 પ્લસના અન્ય ખાસ ફીચર્સ અંગે