આઇફોન 6 અને સ્માર્ટવોચ, જાણો કેમ હશે એપલની ઇવેન્ટ ખાસ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(Apple Iphone 6 લોંચની રાહ તો તમે પણ જોઇ રહ્યા હશો.....અમે તમને આપીશું તમામ માહિતી....આજે રાતે આખી ઇવેન્ટનું લાઈવ કવરેજ દિવ્યભાસ્કર.કોમ ઉપર કરવામાં આવશે
ક્લિક કરતા રહો divyabhaskar.com)
(ફોટો - પ્રતિકાત્મક)
ગેજેટ ડેસ્ક : એપલ કંપની આજે પોતાની એક મોટી ટેક ઇવનેટ લોન્ચ કરવા જઇ રહી છે. આ કંપનીની મેગા ઇવેન્ટ ગણાશે. ભારતીય સમયઅનુસાર રાતે 10.00 વાગ્યાથી આ ઇવેન્ટ શરૂ કરવામાં આવશે.
એપલ કંપનીની તરફથી આ ઇવેન્ટમાં કયા ગેજેટ્સ લોન્ચ થશે તે વિશે હાલમાં કોઇ જાણકારી કંપની તરફથી આપવામાં આવી નથી, પરંતુ એવી સંભાવનાઓ છે કે કંપની પોતાના આઇફોન 6 અને પહેલી આઇવોચ લોન્ચ કરી શકે છે.
કેમ ખાસ છે આઇવોચ
એપલ કંપનીની આઇવોચને વર્ષની સૌથી ખાસ ગેજેટ ગણાવામાં આવે તો ખોટું નથી. 2010માં આઇપેડ લોન્ચ કર્યા બાદ કંપનીએ કોઇ પણ નવું ગેજેટ લોન્ચ કર્યું નથી. સ્ટીવ જોબ્સના મૃત્યુ (5 ઓક્ટોબર 2011) બાદ પહેલી વાર એવું થશે કે કંપનીની તરફથી કોઇ નવું ગેજેટ લોન્ચ કરાશે.
શું ખબર છે હાલ સુધી
* મોટી સ્ક્રીનનો આઇફોન થશે લોન્ચ (4.7 ઇંચ અને 5.5 ઇંચ સંભવિત)
* એપલ કંપની પોતાનો પહેલો વેરેબલ ગેજેટ 'iWatch' લોન્ચ કરશે.
* આઇવોચમાં IOS 8 કમ્પેટિબલ હશે.
* આઇફોન 6 અને આઇવોચમાં હેલ્થ ફીચર્સની ભરમાર રહેશે.
* IOS 8ના લોકપ્રિય એપ્સમાં એક હેલ્થકિટ આ ફોનમાં હશે.
* આઇફોન 6 અને આઇવોચમાં ઇવોલેટ (સિંગલ ક્લિક મોબાઇલ પેમેન્ટ) સુવિધા હશે.
* આઇફોન 6માં એનએફસી હશે.(જે પાસેના ડિવાઇસને કનેક્ટ કરવા હાઇ ફ્રીકવન્સી કમ્યુનિકેશન આપશે)
* આઇફોન 6માં સેફાયર ક્રિસ્ટલ ડિસ્પ્લે સ્ક્રીન હોઇ શકે છે.
* આઇવોચ બે સાઇઝમાં કર્વ્ડ સ્ક્રીન સાથે આવી શકે છે.
એપલના નવા આઇફોનમાં IOS 8નો ઉપયોગ કરવામાં આવશે, આ ઓપરેટિંગ સિસ્ટમ કંપનીના કહેવા પ્રમાણે WWDC 2014 (એપલ ડેવલપર્સ કોન્ફરન્સ)માં લોન્ચ કરાઇ હતી. આ ઓએસમાં અનેક એપ્સ અને ફીચર્સ હશે જે એપલના આઇફોનને લોકપ્રિય બનાવશે. અહીં આપને IOSના 6 એવા ફીચર્સ વિશે બતાવવામાં આવી રહ્યા છે જે આઇફોન 6ને સારો બનાવી શકે છે.
આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને જાણો અન્ય એપ્સને વિશે