એપલના આઈપેડ એયર -2 લોન્ચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જૂનાની તુલનાએ 40 ટકા ઝડપી, 18 ટકા પાતળું

9.7 ઈંચ સ્ક્રિન
પ્રોસેસર 64 બીટ, એ-8 એક્સ, એમ-8 મોશન કો-પ્રોસેસર
17 ઓક્ટો.થી બુકિંગ શરૂ
કેમેરાઃ 8 એમપી મેઈન, 1.6 આઈસાઈટ એમપી ફ્રન્ટ,
સ્ટોરેજ 16 થી 128 જીબી સુધી
કિંમત : 30થી 52 હજાર રૂપિયા સુધી

આઈપેડમાં આ ફીચર્સ પહેલી વખત

કેલિફોર્નિયાઃ એપલે છઠ્ઠી જનરેશનનું આઈપેડ એર-2 લોન્ચ કર્યું છે. નવું આઈપેડ એર-2નું સીપીયુ જૂના આઈપેડ કરતાં 40 ટકા ઝડપી છે. તેની ગ્રાફિક્સ પ્રોસેસિંગ ક્ષમતા પણ પહેલાં કરતા 2.5 ગણી વધારે છે. તેમ છતાં તે જૂના કરતાં 18 ટકા પાતળું છે. આ વખતે એપલે કેમરા પર વધુ ધ્યાન આપ્યું છે. ટચ આઈડી ઉપરાંત કેમેરા સાથે ત્રણ નવા ફીચર જોડ્યા છે. આ ઉપરાંત એપલે આઈપેડ મિની, નવું આઈમેક અને નવી મેક ઓપરેટિંગ સિસ્ટમ યોસમાઈટ ઓએસ એક્સ 10.10 પણ લોન્ચ કરી છે.

આઈપેડમાં આ ફીચર્સ પહેલી વખત

ટચ આઈડીઃ એર-ટુમાં ટચ આઈડી ફીચર છે. તે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તેની મદદથી ટેબ અનલોક થશે. તેને એપલ પે સાથે જોડી શકાય છે. ટેબ યુઝર ટચ આઈડી દ્વારા એપલના સ્ટોરથી ખરીદી કરી શકશે.

ફેસટાઈમ એચડી કેમેરા

પહેલી વખત ફેસટાઈમ 1.2 એચડી કેમેરા છે. તેમાં નવું સેન્સર લાગેલું છે જે 81 ટકા પ્રકાશ એડજસ્ટ કરે છે. તેમાં 3 એક્સ ઝૂમની સુવિધા છે. આ કેમેરા 720 પી એચડી વીડિયો કેપ્ચર કરશે.
ટાઈમ લેપ્સ, પેનેરોમા, સ્લો-મો અને બર્સ્ટ ફોટો મોડ: કેમેરા ફીચર્સ પર ભાર મૂક્યો છે. એર ટુમાં ટાઈમ લેપ્સ, બર્સ્ટ મોડ અને પેનેરોમા મોડ છે. સ્લો મોશન મોડમાં પણ ફોટો ખેંચી શકાય છે.

2.8 ગણી ઝડપી કનેક્ટિવિટી

વાઈ-ફાઈ 802.11એસી એડપ્ટર છે જે બીજાની તુલનાએ 2.8 ગણી ઝડપે ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપશે.
4-જી સજ્જ: 4-જી, એલટીઈ બેન્ડને સપોર્ટ કરશે. તેમાં 150 એમબીપીએસ સુધીની સ્પીડ મળશે. 20 એલટીઈ બેન્ડને સપોર્ટ કરશે.
આગળ વાંચો, યોસમાઈટ ઓએસ 10.10, આઈપેડ એર-2નું આની સાથે ટક્કર