• Gujarati News
  • Apple Buys Headphone And Music Steaming Company Beats

3 બિલિયન ડોલરમાં એપ્પલે ખરીદ્યું બીટ્સ, આઇફોન વધારે સ્ટાઇલિશ બનશે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં જ ખબર મળી રહી છે કે એપ્પલ કંપનીએ હેડફોન બનાવનારી બીટ્સ કંપની ખરીદી લીધી છે. ટેક કંપનીના આ પગલાંથી શું અંદાજ લગાવી શકાય? તે ફ્કત હેડફોનની જ વાત કરી રહ્યા છે કે પછી તેની પાછળ આઇફોનને વધારે સ્ટાઇલિશ બનાવવાની વિચારણા કરી રહ્યા છે. કંપનીએ આ ડીલ 3 બિલિયન ડોલરમાં ફાઇનલ કરી છે, તેની સાચી કિંમત 2.6 બિલિયન ડોલરની છે અને 400 મિલિયન ડોલર સમયની સાથે કંપનીએ ઇનવેસ્ટ કર્યા છે.
આ વેચાણમાં બીટ્સની બે કંપનીઓના નામ છે. એક બીટ્સ ઇલેક્ટ્રોનિક્સ અને બીટ્સ સબસ્ક્રીપ્શન મ્યૂઝિક સર્વિસનો પણ સમાવેશ કરાય છે.
જ્યારે એપ્પલે બીટ્સને ખરીદી લીધું છે ત્યારે હવે તેના આઇફોનને સ્ટાઇલ મળશે તેવી શક્યતાને નકારી શકાતી નથી. બીટ્સની સ્ટ્રીમિંગ મ્યૂઝિક કંપની ખરીદવા પહેલા મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં નવો પગપેસારો કરવાની કોશિશ કરાઇ રહી છે.
આગળની સ્લાઇડમાં જાણો આ ડીલ સાથે જોડાયેલા કેટલાક ખાસ પાસાંની વિગતો અને એપ્પલની ઓફિસના ઇન્ટીરિયરના ફોટોઝ