તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

48 કલાકમાં બે જગ્યાએ ફૂટ્યો ગેલેક્સી નોટ 7, વિક્ટિમે કર્યો કંપની પર ક્લેમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ માત્ર 48 કલાકમાં બે જગ્યાએ ગેલેક્સી નોટ 7 ફૂટવાની ઘટનાને લઇને સેમસંગ ફરી ચર્ચામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, ફ્લોરિડામાં અને ઓસ્ટ્રેલિયામાં બન્ને જગ્યાએ ચાર્જિગ દરમિયાન ગેલેક્સી નોટ 7 ફૂટ્યો હતો, જેના કારણે આગથી નુકશાન પણ થયું હતું.
* ફ્લોરિડામાં ફૂટ્યો ગેલેક્સી નોટ 7

એક બનાવ અનુસાર, ફ્લોરિડાના સેન્ટ પીટર્સબર્ગ એરિયામાં સેમસંગનો ગેલેક્સી નોટ 7 જીપની અંદર ચાર્જિંગ દરમિયાન ફૂટ્યો હતો. વિક્ટિમ ડોર્નાચેરે ખુદ પોતાની ફેસબુક પોસ્ટ પર ફોટોઝ અને માહિતી શેર કરી હતી, તેને કહ્યું કે, ગેલેક્સી નોટ 7 જ્યારે જીપમાં ચાર્જિંગમાં લગાવ્યો હતો ત્યારે જ ફૂટ્યો અને આગથી જીપ સળગી ઉઠી હતી.
વિક્ટિમ ડોર્નાચેરે વધુમાં લખ્યું છે કે, તેઓ પરિવાર સાથે જવાના હતા, તેઓ ઘરની બહાર નીકળે તે પહેલા જ જીપમાં આગ લાગી ચૂકી હતી. જોકે, ડોર્નાચેરે ઘટનાને લઇને સેમસંગ સામે ક્લેમ પણ કર્યો છે.
* હોટલ રૂમમાં ફૂટ્યો ગેલેક્સી નોટ 7

બીજો બનાવો ઓસ્ટ્રેલિયામાં બન્યો હતો, જ્યાં એક વ્યક્તિએ પોતાની હોટલના રૂમમાં ગેલેક્સી નોટ 7ને ચાર્જિંગમાં લગાવ્યો હતો, ત્યાં જ એકાએક ફાયર થતા લગભગ 90709 રૂ. જેટલી કિંમતનું નુકશાન થયુ હતુ.
* સેમસંગ કરી રહી છે તપાસ

- દક્ષિણ કોરિયન કંપની સેમસંગે FOX 13ને કહ્યું હતું કે અમે ઘટનાને લઇને તપાસ ચલાવી રહ્યાં છીએ. આગ ક્યાંથી લાગી અને કેટલું નુકશાન થયુ તેની તપાસ કરીશું. જોકે, વિક્ટિમ અને કંપની વચ્ચે આ બાબતે વાતચીત પણ ચાલી રહી છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો.. યુએસ રેગ્લુલેટરીએ પણ ગેલેક્સી નોટ 7ના યૂઝ ના કરવા પર એડવાઇઝરી બહાર પાડી છે....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો