• Gujarati News
  • A111 Canvas At 12999 To Replace Lumia 920, Xperia Z, Galaxy S4 And HTC One

સેમસંગ, નોકિયા,સોનીનાં હાઇ એન્ડ ફોનનું સ્થાન લેવા આવી ગયો A111 Canvas

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માઇક્રોમેક્સે પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ A111 Canvas છે અને તે ક્વોલકોમનાં ક્વોડ કોર સ્નેપડ્રેગન એસ4 પ્રોસેસર સાથે છે. જે અન્ય ક્વોડ કોર ફોન સામે હરીફાઇ ઉભી કરશે. આ ફોનનું આખું નામ A111 Canvas Doodle છે (જે દર્શાવે છે કે આ ફોન A110 Canvas 2નો અનુગામી છે).

તેમાં એપ્રિલમાં આ ફોનનાં લીક થયેલા ફીચર્સ પ્રમાણે આ ફોનમાં 5.3 ઇંચની કેપેસિટિવ મલ્ટી ટચ સ્ક્રીન અને જાણીતું એવું સ્નેપડ્રેગન પ્રોસેસર છે. આ S4 પ્રોસેસર સોનીનાં એક્સપિરીયા ઝેડ, નોકિયાનાં લુમિયા 920 અને 820, સેમસંગ ગેલેક્સી એસ4, એચટીસી વન એમ7 અને કાર્બનનાં સસ્તા ફોન એસ1 ટાઇટેનિયમમાં પણ છે. આ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનાં ફોનમાં સ્નેપડ્રેગન એસ4 પ્રોસેસરનું MSM8227 કે તેનાથી આગળનું વર્ઝન છે ત્યારે માઇક્રોમેક્સનાં આ ફોનમાં MSM8225Q પ્રોસેસર છે. પણ જો 30000 રૂપિયાની સાથે સરખામણી કરવામાં આવે તો તેની 12999 રૂપિયાની કિંમત પ્રમાણે તેમાં ઘણું બધું છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે સેમસંગે તાજેતરમાં જ પોતાનાં 5.3 ઇંચનાં ગેલેક્સી મેગા ફોનબ્લેટની જાહેરાત કરી હતી. આ ફોનની કિંમત 30000 રૂપિયા કે તેથી વધુ રહેવાની શક્યતા છે, ત્યારે માઇક્રોમેક્સનું મેગા ફોનબ્લેટ ફક્ત 12999 રૂપિયામાં આવશે. ગેલેક્સી મેગા ફોનબ્લેટમાં ડ્યુઅલ કોર પ્રોસેસર છે.

માઇક્રોમેક્સનો આ ડ્યુઅલ સિમ ફોન સેમસંગનાં નોટ ડિવાઇસને પણ ટક્કર આપશે, કેમ કે તે સ્ટાઇલસ સાથે છે. આ ફોન Snapdeal, Infibeam અને બીજા કેટલાક સ્ટોર પર વેચાણ માટે આવ્યો છે.

આ ફોનનાં ફીચર્સ અને ફોટોગ્રાફ્સ માટે આગળ ક્લિક કરો----