• Gujarati News
  • A110 Canvas 2 Processor Upgrade, To Get Quad core Canvas HD Processor

A110 Canvas 2 અપગ્રેડઃ હવે આવશે ક્વોડ કોર પ્રોસેસર સાથે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોતાનાં 5 ઇંચનાં સ્માર્ટફોન કેનવાસ એચડી સાથે દેશભરમાં ધૂમ મચાવ્યા પછી હવે માઇક્રોમેક્સ તેનાં ડ્યુઅલ કોર પ્રોસેસર સાથેનાં ફોન A110 Canvas 2ને ક્વોડ કોર પ્રોસેસર સાથે અપગ્રેડ કરવા જઇ રહી છે.
આ ફોનનાં નવા વર્ઝનનું નામ A110q (ક્યુ એટલે ક્વોડ કોર) હશે. નવા વર્ઝનમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન પણ હશે.
Droidextra.org દ્વારા આ ફોનનાં લીક કરવામાં આવેલા ફીચર્સ પ્રમાણે આ ફોનમાં એન્ડ્રોઇડ જેલી બીન 4.2.1 ઓપરેટિંગ સિસ્ટમ અને MediaTek MT6589નું ક્વોડ કોર પ્રોસેસર હશે. આ જ પ્રોસેસરનો ઉપયોગ માઇક્રોમેક્સનાં લેટેસ્ટ સ્માર્ટફોન A116 Canvas HDમાં કરાયો છે.
Canvas A110q નાં અન્ય ફીચર્સ:
-5 ઇંચનું કેપેસિટિવ મલ્ટી ટચ ડિસ્પ્લે, 480 x 854 પિક્સલનાં રિઝોલ્યુશન સાથે
-512MB/1GB RAM
-4 જીબી ઇન્ટરનલ મેમરી
-8 મેગાપિક્સલનો રિયર કેમેરા
-2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
[Source: @mmxnewscaster]