Home » Gadgets » Latest » ઝેડટીઇ એક્સોન 9 પ્રો લોન્ચ | ZTE Axon 9 Pro launched at IFA 2018

ZTE Axon 9 Pro લોન્ચ, પાવરફુલ પરફોર્મન્સની ગેરંટી

Divyabhaskar.com | Updated - Sep 05, 2018, 05:44 PM

દમદાર કેમેરા અને પ્રીમિયમ લૂકની સાથે મળશે ડોલ્બી એટમોસ સાઉન્ડ

  • ઝેડટીઇ એક્સોન 9 પ્રો લોન્ચ | ZTE Axon 9 Pro launched at IFA 2018
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ઝેડટીઇ એક્સોન 9 પ્રો

    ગેજેટ ડેસ્કઃ જર્મનીના બર્લિનના શહેર ખાતે આયોજિત IFA 2018 ઇવેન્ટમાં ZTE કંપનીએ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Axon 9 Pro લોન્ચ કર્યો. આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે અને વર્ટિકલ ડ્યુઅલ કેમેરા એક્સોન 9 પ્રોની ખાસિયત છે. ZTE એક્સોન 9 પ્રો IP 68 વોટર અને ડસ્ટ રેસિસ્ટન્ટ છે. ZTE Axon 9 Pro ડોલ્બી એટમોસ ધરાવે છે, જે સારી ક્વોલિટીનું ઓડિયો આઉટપુટ આપે છે.

    ZTE Axon 9 Proના ફીચર્સ
    - 6.21 ઇંચની ફુલ HD+ નૉચ ડિસ્પ્લે
    - 6 જીબી રેમ
    - 128 જીબી સ્ટોરેજ
    - 12+20 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
    - 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
    - ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર
    - 4000 mAhની બેટરી
    - વાયરલેસ અને ક્વીક ચાર્જ 4+ સપોર્ટ
    - બેક પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર
    - એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ

    ZTE Axon 9 Proની કિંમત
    ઝેડટીઇના નવા સ્માર્ટફોનની કિંમત 649 યુરો (અંદાજે 53700 રૂપિયા) રાખવામાં આવી છે. ZTE Axon 9 Pro સ્માર્ટફોનને ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર પરથી ખરીદી શકાશે. ZTEના નવા સ્માર્ટફોનને સપ્ટેમ્બરના અંત સુધીમાં જર્મન માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. ભારતમાં આ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે તે અંગે કોઇ માહિતી હાલમાં અવેલેબલ નથી.

    આગળ જુઓ ZTE Axon 9 Proના અન્ય ફોટોગ્રાફ્સ

    આગળ વાંચોઃ Xiaomi Redmi 6 Pro લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

  • ઝેડટીઇ એક્સોન 9 પ્રો લોન્ચ | ZTE Axon 9 Pro launched at IFA 2018
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    zte axon 9 pro નોચ ડિસ્પ્લે ધરાવે છે
  • ઝેડટીઇ એક્સોન 9 પ્રો લોન્ચ | ZTE Axon 9 Pro launched at IFA 2018
    ઝેડટીઇ એક્સોન 9 પ્રો વર્ટિકલ કેમેરા સેટઅપ ધરાવે છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ