Divya Bhaskar

Home » Gadgets » Latest » Yu ACE ભારતમાં લોન્ચ | Micromax Yu Ace launched with face unlock

Yu Ace ભારતમાં લોન્ચ, ઓછી કિંમતમાં ઇન્ડિયન કંપની લાવી દમદાર સ્માર્ટફોન

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 05:52 PM

લાંબી બેટરી લાઇફ અને સ્ટોક એન્ડ્રોઇડ છે Yu Aceના પ્લસ પોઇન્ટ

  • Yu ACE ભારતમાં લોન્ચ | Micromax Yu Ace launched with face unlock
    માઇક્રોમેક્સે થોડા વર્ષો અગાઉ YU બ્રાન્ડ હેઠળ સ્માર્ટફોન લોન્ચ કરવાનું શરૂ કર્યું હતું

    ગેજેટ ડેસ્કઃ ભારતીય સ્માર્ટફોન મેકર કંપની માઇક્રોમેક્સે Yu બ્રાન્ડનો નવો સ્માર્ટફોન Yu Ace લોન્ચ કર્યો છે. યુ એસ સ્માર્ટફોનની ખાસિયત 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી સ્ક્રીન અને 4000 mAhની બેટરી સાથે આવે છે. તે સિવાય આ સ્માર્ટફોન ફેસ અનલોક અને સ્ટૉક એન્ડ્રોઇડ જેવા ફીચર્સ પણ ધરાવે છે. Yu Ace સ્માર્ટફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર થશે. માઇક્રોમેક્સનો છેલ્લો સ્માર્ટફોન Yu Yureka 2 ગત વર્ષ સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટફોનને એન્ડ્રોઇડ પાઇ અપડેટ મળશે.

    Yu Aceના ફીચર્સ
    - 5.45 ઇંચની HD+ ડિસ્પ્લે
    - 2 જીબી રેમ
    - 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
    - 13 મેગાપિક્સલનો રિઅર કેમેરા
    - 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
    - મીડિયાટેક MT6739 ક્વૉડ-કોર પ્રોસેસર
    - 4000 mAhની બેટરી
    - બેક પેનલ પર ફિંગર પ્રિન્ટ સેન્સર

    Yu Aceની ભારતમાં કિંમત
    2 જીબી રેમવાળા વેરિઅન્ટની કિંમત 5999 રૂપિયા રાખવામાં આવી છે. તેનો પહેલો સેલ 6 સપ્ટેમ્બરે ફ્લિપકાર્ટ પર યોજાશે. આ સ્માર્ટફોનને ચારકોલ ગ્રે, ઇલેક્ટ્રિક બ્લૂ અને રોઝ ગોલ્ડ કલરમાં ખરીદી શકાશે. અહેવાલો અનુસાર, Yu Aceનો 3 જીબી રેમ વેરિઅન્ટ સપ્ટેમ્બરના અંત સુધીમાં લોન્ચ થઇ શકે છે.

    આ પણ વાંચોઃ નવા iPhone XS અને એપલ વોચના ફોટો લીક, 12 સપ્ટેમ્બરે લોન્ચ થશે નવા આઇફોન

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending