ગેજેટ ડેસ્કઃ યૂટ્યૂબ પર વીડિયો પોસ્ટ કરીને પૈસા કમાણી કરવાની ઇચ્છા ઘણા રાખતા હોય છે, પરંતુ યૂટ્યૂબ થકી પૈસા કેવી રીતે કમાઇ શકાય તેની બહુ ઓછા લોકોને જાણ હશે. યૂટ્યૂબ દ્વારા કમાણી કરવા માટે તમારે યૂટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામમાં જોડાવવું પડશે, પરંતુ આ પ્રોગ્રામમાં જોડાવવા માટે તમારે YouTubeમાં લોગીન કર્યા પછી સેટિંગ્સમાં જાઓ અહીં Creator Studioમાં જઇને તમે YouTube Partner Programમાં જોડાઇ શકશો. આ પ્રોગ્રામમાં જોડાયા પછી તમારા વીડિયો પર ગૂગલ એડ આપશે અને તેમાંથી યૂઝર કમાણી કરી શકશે.
YouTube Partner Programમાં કોણ જોડાઇ શકશેઃ 18 ફેબ્રુઆરી, 2018ના રોજ જાહેર થયેલી ગાઇડલાઇન્સ અનુસાર, યૂટ્યૂબના પાર્ટનર પ્રોગ્રામ માટે એપ્લાય કરો તે માટે મુખ્ય બે શરતોનું પાલન થવું જોઇએ. છેલ્લા 12 મહિનામાં તમારી ચેનલના 1000 સબ્સ્ક્રાઇબર્સ હોવા જોઇએ. તથા છેલ્લા 12 મહિનામાં તમારી ચેનલમાં પોસ્ટ થયેલા વીડિયો 4000 કલાક જેટલો સમય જોવાયેલા હોવા જોઇએ.
- જો તમારી ચેનલ આ બંને શરતોનું પાલન કરતી હોય તો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામ માટે એપ્લાય કરી શકશો.
- તમે એપ્લાય કરો પછી યૂટ્યૂબની ટીમ તમારી ચેનલનું એનાલિસિસ કરશે અને તમે યોગ્ય ઠરશો તો તમે પણ યૂટ્યૂબ દ્વારા કમાણી કરી શકશો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.