ડિસ્કાઉન્ટ / Xiaomi એ ગ્રાહકોને આપી ઓફર, Note5 Proની કિંમતમાં કર્યો 4 હજાર સુધીનો ઘટાડો

Xiaomi reduction price more than 4 thousand in Redmi Note 5 Pro
X
Xiaomi reduction price more than 4 thousand in Redmi Note 5 Pro

  • 11 જાન્યુઆરી સુધી કંપની અન્ય લાભની જાહેરાત આપી શકે છે 
  • ગ્રાહકોએ ખરીદ્યા એક કરોડ Redmi Note 5 Pro ફોન
  • આ ડિસ્કાઉન્ટ 4 જીબી અને 6 જીબી રેમ એમ બંને વેરિઅન્ટમાં આપ્યું

divyabhaskar.com

Jan 11, 2019, 08:23 AM IST
ગેજેટ ડેસ્કઃ ચીનની સ્માર્ટ ફોન ઉત્પાદક કંપની શાઓમી ગ્રાહકોને આકર્ષવા માટે જબરદસ્ત ઓફર લઈને આવી છે. કંપનીએ પોતાના સૌથી લોકપ્રિય સ્માર્ટફોન Redmi Note 5 Pro ની કિંમતમાં રૂપિયા 4000 રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે. કંપની આ ડિસ્કાઉન્ટ 4 જીબી અને 6 જીબી રેમ એમ બંને વેરિઅન્ટ પર આપી રહી છે.
1. Note 5 Proની નવી કિંમત

Xiaomi Redmi Note 5 Proના વેચાણમાં વધારો થતાં હવે કંપનીએ તેનું વેચાણ વધારવા માટે ઓફર કરી છે. જેમાં 4 જીબી રેમના વેરિઅન્ટની કિંમત રૂપિયા 15999 હતી. તેમાં ઘટાડો કરીને હવે 12999 રૂપિયા કરી દીધી છે. ફોનના 6 જીબી રેમ વેરિઅન્ટની કિંમત રૂપિયા 17999 હતી. તેમાં ઘટાડો કરી હવે 13999 રૂપિયામાં ખરીદી શકાશે.

2. પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે આપી પાંચ ગિફ્ટ

કંપનીએ ભારતમાં પ્રવેશ કર્યાનાં પાંચ વર્ષ પૂર્ણ થયા છે. જેના અનુસંધાને Miનાં ચાહકો માટે આ અઠવાડિયામાં પાંચ ગિફ્ટ આપવાનું કંપનીએ નક્કી કર્યું હતું. હાલમાં જ પહેલી ગિફ્ટ તરીકે કંપનીએ MiA2ની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. હવે રેડમી નોટ 5 પ્રોની કિંમતમાં પણ કંપનીએ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. 11 જાન્યુઆરી સુધીમાં કંપની આવી જ ત્રણ ગિફ્ટ જાહેર કરી શકે છે. આ માહિતી કંપનીએ ટ્વીટ કરીને શેર કરી હતી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી