Happy new year / Xiaomiએ સ્માર્ટ LED ટીવીની કિંમતો ઘટાડી, GST 28થી 18% થતાં ભાવ ઘટાડ્યા

divyabhaskar.com | Updated - Jan 02, 2019, 05:34 PM
xiaomi reduces price on 32 & 49 inch TV
X
xiaomi reduces price on 32 & 49 inch TV

  • 32 ઈંચ અને 49 ઈંચના ટીવીના ભાવો 2 હજાર સુધી ઘટાડ્યા

  • ઘટાડેલા ભાવે ગ્રાહકો ટીવી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ mi.com પરથી ખરીદી શકશે

ગેજેટ ડેસ્કઃ શાઓમીના સ્માર્ટ ટીવી લોન્ચ થતાં જ ભારતમાં ખૂબ પોપ્યુલર બન્યા હતા. ગત વર્ષે ભારતમાં શાઓમીના સ્માર્ટ ટીવીનું રેકોર્ડબ્રેકિંગ વેચાણ પણ થયું છે. 2019ની શરૂઆતમાં જ શાઓમીએ પોતાની સ્માર્ટ ટીવીની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કંપની અનુસાર, સરકાર દ્વારા જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. જો કે, આ ઘટાડો માત્ર 32 ઇંચના જ ટીવી સુધી જ લાગુ પડે છે. કંપનીએ 32 ઈંચના ટીવીમાં તેમજ 49 ઈંચના ટીવીની કિંમતોમાં 2 હજાર સુધીનો ઘટાડો કર્યો છે.

Xiaomi સ્માર્ટ ટીવીની નવી કિંમતો

1.હવે 13,999 રૂપિયાના Mi LED Smart TV 4A 32 ઇંચને 1500 રૂપિયાના ઘટાડા પછી 12499 રૂપિયામાં ખરીદી શકાશે.
2.15499 રૂપિયાનું Mi LED TV 4C Pro 32 ઇંચને 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 13499 રૂપિયામાં ખરીદી શકાશે.
3.Mi LED TV 4A Pro ના 49 ઇંચ મોડલની કિંમત 31999 રૂપિયા છે, પરંતુ હવે 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી તેને 30999 રૂપિયામાં ખરીદી શકાશે
4.આ ટીવીને યૂઝર્સ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ mi.com પરથી ખરીદી શકે છે.
5.શાઓમીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, અમારી ફિલોસોફી એ છે કે અમે કોઇ પણ હાર્ડવેર પ્રોડક્ટ્સ પર માત્ર 5 ટકા માર્જિન લઇએ છીએ. જો તેનાથી વધુ માર્જિન થયા તો અમે કસ્ટમર્સને જ તેનો લાભ આપીએ છીએ.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App