• Home
  • Gadgets
  • Latest
  • શાઓમી રેડમી નોટ 5 પ્રો રેડ વેરિઅન્ટ ભારતમાં લોન્ચ | Red variant Redmi Note 5 Pro launch

શાઓમી ભારતમાં લાવ્યું Redmi Note 5 Proનું નવું મોડલ

4 જીબી અને 6 જીબી રેમ સાથે મળશે પાવરફુલ ક્રાયો ટેક્નોલોજીનો પાવર

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 08:25 PM
શાઓમી રેડમી નોટ 5 પ્રોનો નવો રેડ વેરિઅન્ટ
શાઓમી રેડમી નોટ 5 પ્રોનો નવો રેડ વેરિઅન્ટ

ગેજેટ ડેસ્કઃ ભારતમાં ધૂમ મચાવનાર Xiaomi Redmi Note 5 Proનો નવો રેડ વેરિઅન્ટ લોન્ચ થયો છે. કંપનીએ થોડા દિવસો અગાઉ જ તેનું ટીઝર પોસ્ટ કર્યું હતું. આ સ્માર્ટફોનનું વેચાણ શાઓમીની વેબસાઇટ પર થશે, બાદમાં તેને ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકાશે. અગાઉ રેડમી નોટ 5 પ્રોને બ્લેક, બ્લૂ, ગોલ્ડ અને રોઝ ગોલ્ડ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. અગાઉના રેડમી નોટ 5 પ્રો જેવા જ ફીચર્સ આ નવા રેડ વેરિઅન્ટમાં મળશે.

ઉલ્લેખનીય છે કે, Xiaomi Redmi Note 5 Proમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 636 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 600 સીરિઝનું સૌથી લેટેસ્ટ પ્રોસેસર છે. આ ચિપસેટમાં Kryo ટેક્નોલોજી આપવામાં આવી છે. આ ટેક્નોલોજી સામાન્ય રીતે કંપનીના લેટેસ્ટ 800 સીરિઝના પ્રોસેસરમાં યૂઝ થતી હોય છે. આ પ્રોસેસર સામાન્ય રીતે ફ્લેગશિપ સ્માર્ટફોનમાં યૂઝ થતું હોય છે.

Redmi Note 5 Proના ફીચર્સ

- 5.99 ઇંચની 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી ફુલ HD પ્લસ સ્ક્રીન
- 4 જીબી/ 6 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- 12 મેગાપિક્સલ + 5 મેગાપિક્સલ રિઅર કેમેરા
- ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન
- ફ્રન્ટ કેમેરા 20 મેગાપિક્સલ IMX376 સોની સેન્સર
- LED ફ્રન્ટ લાઇટ
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 636
- પ્રોસેસર ક્રાયો 260 CPU નોટ 5 પ્રોને સૌથી ફાસ્ટ રેડમી ફોન બનાવે છે
- ફેસ અનલોક ફીચર
- VoLTE સપોર્ટ (જિયો કાર્ડ ચાલશે)
- 4000 mAH બેટરી

રેડમી નોટ 5 પ્રોની કિંમત
- 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા
- 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા
રેડ વેરિઅન્ટનું વેચાણ શાઓમીની ઓફિશિયલ વેબસાઇટ mi.com ફર શરૂ થઇ ગયું છે.

આ પણ વાંચોઃ Review: રેડમી નોટ 5 પ્રો અને આસુસ ઝેનફોન મેક્સ પ્રો માંથી કયો ફોન ખરીદાય?

X
શાઓમી રેડમી નોટ 5 પ્રોનો નવો રેડ વેરિઅન્ટશાઓમી રેડમી નોટ 5 પ્રોનો નવો રેડ વેરિઅન્ટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App