• Home
  • Gadgets
  • Latest
  • રેડમી 6A ભારતમાં લોન્ચ | Xiaomi Redmi 6A budget smartphone

Redmi 6A ભારતમાં લોન્ચ, ખિસ્સાને પરવડે તેવો પાવરફુલ સ્માર્ટફોન

રેડમી 6 સીરિઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન, સારા કેમેરા અને પરફોર્મન્સનો દાવો

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 06:40 PM
શાઓમી રેડમી 6એ સ્માર્ટફોન ઓછી
શાઓમી રેડમી 6એ સ્માર્ટફોન ઓછી

ગેજેટ ડેસ્કઃ શાઓમી એ બુધવારે (5 સપ્ટેમ્બર) પોતાની લેટેસ્ટ રેડમી 6 સીરિઝના ત્રણ સ્માર્ટફોન્સ Redmi 6A, Redmi 6 અને Redmi 6 Pro લોન્ચ કર્યા. Redmi 6A સીરિઝનો અત્યંત પોકેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન છે. રેડમી 6એ કંપનીના રેડમી 5એનું ખરા અર્થમાં અપગ્રેડ વર્ઝન છે. નવા Redmi 6Aમાં 12 નેનોમીટરવાળું પાવરફુલ હીલિયો A22 પ્રોસેસર છે. કંપનીનો દાવો છે કે, આ નવા પ્રોસેસરને કારણે આ નવો સ્માર્ટફોન રેડમી 5એ કરતાં 48 ટકા બેટરી કન્ઝમ્પશન ઘટાડે છે અને પરફોર્મન્સ 33 ટકા જેટલું ફાસ્ટ બનાવે છે. લૉ બજેટ પ્રાઇઝમાં શાઓમીએ આ સ્માર્ટફોનમાં ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશનનું ફીચર આપ્યું છે. આ ફીચરને કારણે ઓછા શેકવાળા સ્મૂધ વીડિયો શૂટ કરી શકાય છે.

Redmi 6Aના ફીચર્સ
- 5.45 ઇંચની HD+ ફુલ વ્યૂ ડિસ્પ્લે
- બ્રશ્ડ મેટાલિક ફિનિશ બોડી
- સારી ગ્રિપ માટે આર્ક ડિઝાઇન
- 2 જીબી રેમ
- 16 જીબી/32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ
- સ્માર્ટફોન 2+1 એમ બે કાર્ડ સ્લોટ્સ ધરાવે છે
- ફોનમાં ડેડિકેટેડ મેમરી કાર્ડ છે (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
- 13 મેગાપિક્સલનો રિઅર કેમેરા (AI બેઝ્ડ પોટ્રેટ મોડ)
- 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા (પ્રોટેટ મોડ)
- 12 નેનોમીટર હીલિયો A22 પ્રોસેસર
- ફેસ અનલોક સપોર્ટ
- 3000 mAhની બેટરી
- ડ્યુઅલ VoLTE અને સ્ટેન્ડબાય ફીચર
- એન્ડ્રોઇડ ઓરિયો 8.1

Redmi 6Aની ભારતમાં કિંમત
- 2 જીબી રેમ +16 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 5999 રૂપિયા
- 2 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 6999 રૂપિયા

રેડમી 6એનો પહેલો સેલ 19 સપ્ટેમ્બર બપોરે 12 વાગે Mi.com અને એમેઝોન ઇન્ડિયા પર યોજાશે. રેડમી 6એને બ્લેક, ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને બ્લૂ વેરિઅન્ટ ખરીદી શકાશે. લોન્ચિંગ દરમિયાન કંપનીએ જાહેરાત કરી હતી કે, રેડમી 6એની કિંમત ઇન્ટ્રોડક્ટરી છે. જે થોડા મહિના માટે જ લાગૂ રહેશે. જો ડોલર સામે રૂપિયાની કિંમત વધુ ગગડશે તો રેડમી 6 સીરિઝના સ્માર્ટફોનની કિંમતમાં વધારો થઇ શકે છે.

આ પણ વાંચોઃ Redmi 6 Pro ભારતમાં લોન્ચ, 10000 રૂપિયાના બજેટમાં ધમાકેદાર સ્માર્ટફોન

X
શાઓમી રેડમી 6એ સ્માર્ટફોન ઓછી શાઓમી રેડમી 6એ સ્માર્ટફોન ઓછી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App