• Home
  • Gadgets
  • Latest
  • શાઓમી રેડમી 6 પ્રો ભારતમાં લોન્ચ | Xiaomi Redmi 6 Pro India Price

Redmi 6 Pro ભારતમાં લોન્ચ, 10000 રૂપિયાના બજેટમાં ધમાકેદાર સ્માર્ટફોન

આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીનવાળો શાઓમીનો સૌથી સસ્તો સ્માર્ટફોન

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 10:24 AM
આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવતો શાઓમીનો સૌથી સસ્તો ફોન
આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવતો શાઓમીનો સૌથી સસ્તો ફોન

ગેજેટ ડેસ્કઃ Xiaomi એ આજે (5 સપ્ટેમ્બર) રેડમી 6 સીરિઝના ત્રણ સ્માર્ટફોન્સ Redmi 6A, Redmi 6 અને Redmi 6 Pro લોન્ચ કર્યા. ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય સ્માર્ટફોનને ચીનમાં અગાઉ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય સ્માર્ટફોન રેડમી 5 સીરિઝના અપગ્રેડ વર્ઝન છે. આ ત્રણેય સ્માર્ટફોનમાં રેડમી 6એ સ્માર્ટફોન લૉ બજેટ સ્માર્ટફોન છે. જ્યારે રેડમી 6 સ્માર્ટફોન બજેટ સ્માર્ટફોન છે, જ્યારે રેડમી 6 પ્રો મિડબજેટ સ્માર્ટફોન છે. આ ત્રણેય સ્માર્ટફોનમાં Redmi 6 Pro સૌથી પ્રીમિયમ છે. કંપની અનુસાર, રેડમી 6 પ્રો પાવરફુલ ડ્યુઅલ કેમેરા અને બે દિવસની બેટરી લાઇફ ધરાવે છે. આ સ્માર્ટફોન આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવે છે. કંપનીનો દાવો છે કે Redmi 6 Pro સ્માર્ટફોનમાં અત્યંત હિટ સાબિત થયેલા રેડમી નોટ 5 પ્રોનો જ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, રેડમી 6 પ્રો પર સતત 16.5 કલાક સુધી વીડિયો જોઇ શકાશે.

Redmi 6 Proના ફીચર્સ
- 5.84 ઇંચની ફુલ HD+ નૉચ ડિસ્પ્લે
- પ્રીમિયમ એલ્યુમિનિયમ બોડી
- 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- રિઅર કેમેરા ઇમેજ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલાઇઝેશન ધરાવે છે, જેનાથી વીડિયો શૂટિંગ સ્મૂધ બને છે
- 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર
- 4000 mAhની બેટરી
- 2+1 કાર્ડ સ્લોટ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
- ડ્યુઅલ VoLTE સિમ સપોર્ટ
- આઇઆર બ્લાસ્ટ (ફોનનો યૂઝ રિમોટ કંટ્રોલ તરીકે કરી શકાશે)
- ફિંગરપ્રિન્ટ અનલોક અને ફેસ અનલોક
- એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ

Redmi 6 Proની ભારતમાં કિંમત
3 જીબી રેમ + 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 10999 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 12999 રૂપિયા રાખવામાં આવી છે. ફોનની સાથે અલ્ટ્રા સિમ કેસ પણ બોક્સમાં જ મળશે. ફોનને બ્લેક, ગોલ્ડ, બ્લૂ અને રેડ વેરિઅન્ટમાં ખરીદી શકાશે. ફોનનું વેચાણ 11 સપ્ટેમ્બરે Mi.com અને એમેઝોન ઇન્ડિયા પર બપોરે 12 વાગે થશે. સ્માર્ટફોનના પહેલા સેલમાં એચડીએફસી કાર્ડથી ખરીદી કરવા પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

આ પણ વાંચોઃ Xiaomi Poco F1: 20000 રૂપિયાના બજેટમાં સૌથી પાવરફુલ ફોન

X
આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવતો શાઓમીનો સૌથી સસ્તો ફોનઆઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવતો શાઓમીનો સૌથી સસ્તો ફોન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App