• Home
  • Gadgets
  • Latest
  • શાઓમી રેડમી 6 પ્રો ભારતમાં લોન્ચ | Xiaomi Redmi 6 Pro first sale

10000 રૂપિયામાં શાઓમીનો ધમાકેદાર Redmi 6 Pro ખરીદવાનો આજે પહેલો મોકો

ઓછી કિંમતમાં મળશે રેડમી નોટ 5 પ્રો જેવો કેમેરા, 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 04:27 PM
રેડમી 6 પ્રો નૉચ ડિસ્પ્લે ધરાવ
રેડમી 6 પ્રો નૉચ ડિસ્પ્લે ધરાવ

ગેજેટ ડેસ્કઃ Xiaomi ગત સપ્તાહે રેડમી 6 સીરિઝના ત્રણ સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા. આ સીરિઝનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન Redmi 6 Pro છે. કંપનીના દાવા અનુસાર, રેડમી 6 પ્રો પાવરફુલ ડ્યુઅલ કેમેરા અને બે દિવસની બેટરી લાઇફ ધરાવે છે. આ સ્માર્ટફોન આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવે છે. કંપનીનો દાવો છે કે Redmi 6 Pro સ્માર્ટફોનમાં અત્યંત હિટ સાબિત થયેલા રેડમી નોટ 5 પ્રોનો જ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, રેડમી 6 પ્રો પર સતત 16.5 કલાક સુધી વીડિયો જોઇ શકાશે.

Redmi 6 Proના ફીચર્સ
- 5.84 ઇંચની ફુલ HD+ નૉચ ડિસ્પ્લે
- પ્રીમિયમ એલ્યુમિનિયમ બોડી
- 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- રિઅર કેમેરા ઇમેજ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલાઇઝેશન ધરાવે છે, જેનાથી વીડિયો શૂટિંગ સ્મૂધ બને છે
- 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર
- 4000 mAhની બેટરી
- 2+1 કાર્ડ સ્લોટ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
- ડ્યુઅલ VoLTE સિમ સપોર્ટ
- આઇઆર બ્લાસ્ટ (ફોનનો યૂઝ રિમોટ કંટ્રોલ તરીકે કરી શકાશે)
- ફિંગરપ્રિન્ટ અનલોક અને ફેસ અનલોક
- એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ

Redmi 6 Proની ભારતમાં કિંમત
3 જીબી રેમ + 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 10999 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 12999 રૂપિયા રાખવામાં આવી છે. ફોનની સાથે અલ્ટ્રા સિમ કેસ પણ બોક્સમાં જ મળશે. ફોનને બ્લેક, ગોલ્ડ, બ્લૂ અને રેડ વેરિઅન્ટમાં ખરીદી શકાશે. ફોનનો પહેલો સેલ આજે (11 સપ્ટેમ્બર) Mi.com અને એમેઝોન ઇન્ડિયા પર બપોરે 12 વાગે થશે. સ્માર્ટફોનના પહેલા સેલમાં એચડીએફસી કાર્ડથી ખરીદી કરવા પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

આ પણ વાંચોઃ Oppo F9 Pro: અત્યંત સ્ટાઇલિશ અને પાવરફુલ ફોનનું વેચાણ શરૂ

X
રેડમી 6 પ્રો નૉચ ડિસ્પ્લે ધરાવરેડમી 6 પ્રો નૉચ ડિસ્પ્લે ધરાવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App