તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

JioPhone ને ટક્કર આપશે Xiaomi નો ફીચર ફોન Qin AI, કિંમત 1999 રૂપિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ Xiaomi કંપનીએ નવો 4G ફીચર ફોન Qin AI લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત અંદાજે બે હજાર રૂપિયા છે. ભારતમાં આ ફોનની ટક્કર JioPhone સાથે થશે. Xiaomi Qin AIનું વેચાણ ચીનમાં સપ્ટેમ્બરમાં શરૂ થશે. આ ફોન બ્લેક અને વ્હાઇટ વેરિઅન્ટમાં મળશે. આ ફોનના ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 17 ભાષાઓનો સપોર્ટ મળશે. આ ફોન રિયલ ટાઇમ અનુવાદ પણ કરી શકે છે.

 

Xiaomi Qin AIના ફીચર્સ
ફોનની સ્ક્રીન 2.8 ઇંચની હશે. આઇપીએસ ડિસ્પ્લે અને બેટરી 1480 mAhની છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે. તે સિવાય કિન AIમાં 256 mb રેમ અને 512 mb સ્ટોરેજ મળશે. આ ફોનમાં વાઇફાઇ સપોર્ટ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ મળશે. Qin AI એન્ડ્રોઇડ બેઝ્ડ MOCOR 5 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 4G VoLTE, વાઇફાઇ, વાઇફાઇ હોટસ્પોટ જેવા ફીચર્સને પણ આપવામાં આવ્યા છે. ફોન 3.5 mm હેડફોન જેક પણ ધરાવે છે. ફોનમાં કેમેરો નથી. ફોન IR બ્લાસ્ટર ધરાવે છે જેનાથી તમે ટીવી અને એસી કંટ્રોલ કરી શકશો. શાઓમી કિન AIની કિંમત 999 યુઆન (અંદાજે 1999 રૂપિયા) રાખવામાં આવી છે.

આ પણ વાંચો: Xiaomi MiA2 ભારતમાં 8 ઓગસ્ટે થશે લોન્ચ, મળશે પાવરફુલ કેમેરા, નહીં હોય હેડફોન જેક

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો