• Home
  • Gadgets
  • Latest
  • શાઓમી Poco F1 ભારતમાં કિંમત | Xiaomi POCO F1 first India sale

20000 રૂપિયાના બજેટમાં સૌથી પાવરફુલ ફોન ખરીદવાનો પહેલો મોકો આજે

વનપ્લસ 6 કરતાં 15000 રૂપિયા સસ્તો છે શાઓમી Poco F1 સ્માર્ટફોન

divyabhaskar.com | Updated - Aug 28, 2018, 06:17 PM
સ્નેપડ્રેગન 845 અને લીક્વિડ કૂલિંગ સિસ્ટમ પોકો ફોનને ખાસ બનાવે છે
સ્નેપડ્રેગન 845 અને લીક્વિડ કૂલિંગ સિસ્ટમ પોકો ફોનને ખાસ બનાવે છે

ગેજેટ ડેસ્કઃ શાઓમીની રેડમી સીરિઝના સ્માર્ટફોન ભારતમાં જેટલા સફળ થયા છે તેટલા તેમની MI સીરિઝના ફ્લેગશિપ સ્માર્ટફોન સફળ નથી થયા. આથી કંપનીએ બંને સીરિઝ વચ્ચે નવી સ્માર્ટફોન સીરિઝ POCO (પોકો) લોન્ચ કરી છે. પોકો સીરિઝનો પહેલો સ્માર્ટફોન Xiaomi Poco F1 હાલમાં જ લોન્ચ થયો. પોકો F1 સ્માર્ટફોન અત્યંત પાવરફુલ પરફોર્મન્સ આપતું ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર ધરાવે છે. આ જ પ્રોસેસર વર્તમાનના કોઇ પણ કંપનીના સૌથી મોંઘા એન્ડ્રોઇડ ફોનમાં યૂઝ થાય છે. Xiaomi Poco F1ની કિંમત 20999 રૂપિયાથી શરૂ થાય છે. ફોનનો પહેલો સેલ 29 ઓગસ્ટે બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ.કોમ અને શાઓમીની mi.com પર યોજાશે.

Xiaomi Poco F1ના ફીચર્સ
- 6.18 ઇંચની આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે
- ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન
- 6/8 જીબી રેમ વેરિઅન્ટ
- 64/128/256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર
- 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- 4000 mAhની ક્વીક ચાર્જિંગ સપોર્ટ કરતી બેટરી
- ફોન સાથે ફાસ્ટ ચાર્જર પણ મળશે
- એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ
- ગ્રેફાઇટ બ્લેક, સ્ટીલ બ્લૂ અને આર્મર્ડ વેરિઅન્ટ્સ

Xiaomi Poco F1ની કિંમત
6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 20999 રૂપિયા
6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23999 રૂપિયા
8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29999 રૂપિયા

જાહેરાત અનુસાર, 29 ઓગસ્ટે બપોરે 12 વાગે આયોજિત ફોનના પહેલા સેલમાં HDFC બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

આગળ જાણો Xiaomi Poco F1 અંગે શું કહે છે ટેક રિવ્યૂઅર Geekyranjit

આ પણ વાંચોઃ Xiaomi Mi Notebook લોન્ચ, બજેટ કેટેગરીમાં પાવરફુલ લેપટોપ

પોકો ફોનની ડિસ્પ્લે આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવે છે
પોકો ફોનની ડિસ્પ્લે આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવે છે

YouTube પર 20 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટેક રિવ્યૂઅર Geekyranjit એ પોકો એફ1ને 20000 રૂપિયાના બજેટમાં અવેલેબલ સૌથી પાવરફુલ સ્માર્ટફોન ગણાવ્યો છે. Geekyranjit અનુસાર, આ સ્માર્ટફોન પાવરફુલ પરફોર્મન્સની સાથે સારો કેમેરા પણ ધરાવે છે. ગેમિંગ વખતે ફોન ગરમ ન થાય તે માટે તેમાં લીક્વિડ કૂલિંગ સિસ્ટમનો યૂઝ કરવામાં આવ્યો છે. રિવ્યૂઅર અનુસાર, 6 જીબી રેમ અને 64/128 જીબી સ્ટોરેજવાળા સ્માર્ટફોન ખરીદી માટેના બેસ્ટ ઓપ્શન્સ છે. 30000 રૂપિયાવાળા વેરિઅન્ટને ખરીદવાની જરૂરિયાત નથી તેવું Geekyranjit એ સલાહ આપી છે.

પોકો ફોન F1નો આર્મર્ડ વેરિઅન્ટ આવી ટેક્ચર બેકવાળો છે
પોકો ફોન F1નો આર્મર્ડ વેરિઅન્ટ આવી ટેક્ચર બેકવાળો છે

પોકો F1 સ્માર્ટફોન ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે ઇન્ફ્રારેડ ફેસ અનલોક પણ ધરાવે છે. ઇન્ફ્રારેડ ફેસ અનલોકને કારણે અત્યંત અંધારામાં પણ પોકો ફોનનું ફેસ અનલોક ફીચર પરફેક્ટ કામ કરશે. પોકો ફોનના મુખ્ય હરીફ વનપ્લસ 6 અને આસુસ ઝેનફોન 5Z છે. માત્ર કિંમતને ધ્યાનમાં રાખીએ તો પણ પોકો ફોન આ બધા ફોન પર ચોક્કસથી ભારે પડશે.

X
સ્નેપડ્રેગન 845 અને લીક્વિડ કૂલિંગ સિસ્ટમ પોકો ફોનને ખાસ બનાવે છેસ્નેપડ્રેગન 845 અને લીક્વિડ કૂલિંગ સિસ્ટમ પોકો ફોનને ખાસ બનાવે છે
પોકો ફોનની ડિસ્પ્લે આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવે છેપોકો ફોનની ડિસ્પ્લે આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવે છે
પોકો ફોન F1નો આર્મર્ડ વેરિઅન્ટ આવી ટેક્ચર બેકવાળો છેપોકો ફોન F1નો આર્મર્ડ વેરિઅન્ટ આવી ટેક્ચર બેકવાળો છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App