• Home
  • Gadgets
  • Latest
  • શાઓમી POCO F1 ડિસ્કાઉન્ટ | Xiaomi Poco F1 5000 Rs discount

Xiaomiના આ પાવરફુલ સ્માર્ટફોન પર મળશે 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

divyabhaskar.com

Dec 03, 2018, 07:31 PM IST
શાઓમી POCO F1 ડિસ્કાઉન્ટ | Xiaomi Poco F1 5000 Rs discount

ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમીએ ભારતમાં POCO બ્રાન્ડિંગ સાથે પાવરફુલ ફીચર્સવાળો POCO F1 લોન્ચ કર્યો હતો. વનપ્લસ 6ની ટક્કરમાં લોન્ચ થયેલા આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ પ્રોસેસર સ્નેપડ્રેગન 845 છે. હાલમાં લોન્ચ થયેલા ગૂગલ પિક્સલ 3, વનપ્લસ 6ટી અને સેમસંગ ગેલેક્સી એસ9 જેવા સ્માર્ટફોનમાં પણ આ જ પ્રોસેસર છે.

ફ્લિપકાર્ટના શોપિંગ ડે સેલ દરમિયાન શાઓમીએ આ સ્માર્ટફોન પર 5000 રૂપિયાના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. 6થી 8 ડિસેમ્બર દરમિયાન આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ અને Mi.com પરથી ખરીદી શકાશે. જો કે, કંપનીએ એ સ્પષ્ટ નથી કર્યું કે 5000 રૂપિયા ડિસ્કાઉન્ટ કયા વેરિયન્ટ પર રાખ્યું છે. કારણ કે પોકો F1ના 256 જીબી વેરિઅન્ટની કિંમત 28999 રૂપિયા છે.

જો 64 જીબી વેરિઅન્ટ પર 5000 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે તો તેની કિંમત લગભગ 16000 રૂપિયા થશે. હવે આ કિંમત પર કદાચ તે વિશ્વનો પહેલો સ્માર્ટફોન હશે જેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે 256 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત હાલમાં ફ્લિપકાર્ટ પર 28999 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ પછી તેની કિંમત 24000 રૂપિયા થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાઓમી ઇન્ડિયા હેડ મનુ જૈને 5000 રૂપિયાના ડિસ્કાઉન્ટની જાહેરાત કરતાં ટ્વીટની બાજુમાં કન્ડિશન એપ્લાયવાળો સ્ટાર મૂક્યો છે, જેનો અર્થ આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

Xiaomi Poco F1ના ફીચર્સ
- 6.18 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે
- 6/8 જીબી રેમ
- 64 જીબી/ 128 જીબી / 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો
- સ્નેપડ્રેગન 845 પ્રોસેસર
- IR સપોર્ટવાળું ફેસ અનલોક ફીચર
- 4000 mAhની બેટરી
- યુએસબી ટાઇપ સી, ક્વીક ચાર્જ 3.0 સપોર્ટ



X
શાઓમી POCO F1 ડિસ્કાઉન્ટ | Xiaomi Poco F1 5000 Rs discount
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી