• Gujarati News
  • National
  • શાઓમી 75 ઇંચનું મી ટીવી લોન્ચ | Xiaomi Mi TV 75 Inch Smart Tv Launched Price

શાઓમીએ લોન્ચ કર્યું 75 ઇંચનું સ્માર્ટ ટીવી, જાણો કિંમત અને ફીચર્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ શાઓમી એ ચીનમાં આયોજિત પોતાની 8મી વાર્ષિક ઇવેન્ટમાં 75 ઇંચનું Mi TV 4 લોન્ચ કર્યું. ઇવેન્ટમાં કંપનીએ ટીવીના નવા મોડેલ સિવાય Mi 8, Mi 8 એક્સપ્લોરર એડિશન અને Mi 8 SE સ્માર્ટફોન્સ અને Mi બેન્ડ 3 પ્રોડક્ટ લોન્ચ કર્યા. Mi TV 4 અત્યાર સુધી માત્ર 49 ઇંચ, 55 ઇંચ અને 65 ઇંચ વેરિઅન્ટમાં આવતું હતું. 

 

75 ઇંચના Mi TV 4ના ફીચર્સઃ કંપનીનો દાવો છે કે, Mi TV 4 વિશ્વનું સૌથી પાતળું સ્માર્ટ ટીવી છે. તેમાં સ્ક્રીનની જાડાઇ માત્ર 4 mm હોય છે. અત્યંત પાતળું Mi TV 4 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા વોઇસ આસિસ્ટન્ટને સપોર્ટ કરશે. તે સિવાય મી ટીવી 4ના આ વેરિઅન્ટમાં 4K HDR અલ્ટ્રા HD ડિસ્પ્લે છે. તે સિવાય ટીવીમાં 2 જીબી રેમ અને 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ટીવીમાં 64 બીટનું ARM-A53 ક્વૉડકોર પ્રોસેસર અને ડોલ્બી ઓડિયો મળશે. 

75 ઇંચના Mi TV 4માં 3 HDMI પોર્ટ્સ, 1 AV પોર્ટ, 2 USB પોર્ટ, 1 ઇથરનેટ પોર્ટ અને વાઇફાઇની કનેક્ટિવિટી મળશે. ટીવીમાં 8 વૉટના બે સ્પીકર્સ મળશે. 


75 ઇંચના Xiaomi Mi TV 4ની ચીનમાં કિંમત અંદાજે 95000 રૂપિયા રાખવામાં આવી છે. આ ટીવી હાલમાં માત્ર બ્લેક વેરિઅન્ટમાં જ મળશે. કંપનીની સાઇટ પર ટીવીનું પ્રી-બુકિંગ શરૂ થઇ ગયું છે. તેનું વેચાણ ચીનમાં 10 જૂનથી શરૂ થશે. ભારતમાં આ ટીવીનું વેચાણ ક્યારથી થશે તેના હાલમાં કોઇ અહેવાલ નથી. 

 

સ્લાઇડ બદલોને જુઓ અન્ય ફોટો