શાઓમીનું નવું ટેબ્લેટ Xiaomi Mi Pad 4 Plus, મોટી સ્ક્રીન વધશે મૂવી અને ગેમિંગની મજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ શાઓમીએ એન્ડ્રોઇડ ટેબ્લેટ Mi Pad 4 Plus લોન્ચ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાઓમીએ જૂન 2018માં Mi Pad 4ને લોન્ચ કર્યું હતું, જેમાં 8 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી હતી. મી પેડ 4ની સરખામણીમાં શાઓમી મી પેડ 4 પ્લસમાં 10.1 ઇંચની લાંબી ડિસ્પ્લે મળશે. Xiaomi Mi Pad 4 Plusમાં બેક નહીં પરંતુ ફ્રન્ટ પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. પાવર બેકઅપ માટે ટેબમાં 8620 mAhની બેટરી મળશે. શાઓમીનું આ ટેબ્લેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફેસ અનલોક ફીચર ધરાવે છે. સારા પરફોર્મન્સ માટે ટેબલેટમાં સ્નેપડ્રેગન 660 ચિપસેટનો યૂઝ થયો છે. ઉલ્લેખનીય છે કે, Mi Pad 4 Plus ટેબલેટને માત્ર ચીનમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે.

 


 
Xiaomi Mi Pad 4 Plusની કિંમત અને અવેબિલિટી

Xiaomi Mi Pad 4 Plusની ચીનમાં કિંમત 1899 ચાઇનીઝ યુઆન (લગભગ 19300 રૂપિયા) છે. આ કિંમતમાં 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટ મળશે. શાઓમી મી પેડ 4 પ્લસના 128 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 2099 ચાઇનીઝ યુઆન (લગભગ 21300 રૂપિયા) છે. મી પેડ 4 પ્લસનું વેચાણ બ્લેક અને ગોલ્ડ કલરમાં ખરીદી શકાશે.
 
Xiaomi Mi Pad 4 Plusના ફીચર્સ
ડ્યુઅલ સિમવાળા 4જી LTE, Xiaomi Mi Pad 4 Plusમાં આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઇડ 8.1 ઓરિયો બેઝ્ડ મીયુઆઇ 10 પર મળશે. મી પેડ 4 પ્લસમાં 10.1 ઇંચની WUXGA ડિસ્પ્લે મળશે. સારા પરફોર્મન્સ માટે મી પેડ 4 પ્લસમાં ઓક્ટા-કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર, એડ્રીનો 512 જીપીયુ, 4 જીબી રેમ સાથે આવે છે. મી પેડ 4 પ્લસને 64 જીબી અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકાશે. Mi Pad 4 Plusમાં ફોટોગ્રાફી માટે 13 મેગાપિક્સલનો રિઅર કેમેરો અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. પાવર બેકઅપ માટે આ ટેબલેટ 8620 mAhની બેટરી સાથે આવે છે. યુએસબી ટાઇપ સી પોર્ટ સાથે આવે છે.

આ પણ વાંચોઃ 8 ઇંચની ડિસ્પ્લે સાથે લોન્ચ થયું Xiaomi Mi Pad 4, જાણો કિંમત અને ખાસિયતો