Home » Gadgets » Latest » શાઓમી મી નોટબુક લોન્ચ | Xiaomi Mi Notebook launched

Xiaomi Mi Notebook લોન્ચ, બજેટ કેટેગરીમાં પાવરફુલ લેપટોપ

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 06:19 PM

સ્લિમ લૂક, 15.6 ઇંચની સ્ક્રીન અને ડ્યુઅલ ફેન કૂલિંગ સિસ્ટમ છે Mi Notebookની ખાસિયત

  • શાઓમી મી નોટબુક લોન્ચ | Xiaomi Mi Notebook launched
    મી નોટબુક લેપટોપ

    ગેજેટ ડેસ્કઃ શાઓમીએ પોતાની લેપટોપ સીરિઝમાં વધુ એક મોડલ Xiaomi Mi Notebook લોન્ચ કર્યું છે. યાદ રહે કે અગાઉ પણ શાઓમી Mi Notebook Air, Mi Notebook Pro અને Mi ગેમિંગ લેપટોપ સીરિઝને લોન્ચ કરી ચૂક્યું છે. શાઓમી મી નોટબુકમાં 128 જીબી SSD સ્ટોરેજની સાથે 1 ટીબી હાર્ડ ડ્રાઇવ છે. નોટબુકમાં 15.6 ઇંચની ડિસ્પ્લે અને ડ્યુઅલ-ફેન કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. મલ્ટીટાસ્કિંગ કામ કરવા માટે મી નોટબુકમાં 8 જીબી રેમ આપવામાં આવી છે. Mi Notebook Pro 2 અને Mi ગેમિંગ લેપટોપમાં ગ્રાફિક્સ માટે એનવીડિયા જી ફોર્સ જીટીએક્સ 1060 આપવામાં આવે છે. મી નોટબુક 2 જીબી વીડિયો રેમની સાથે એનવીડિયા જી ફોર્સ એમએક્સ 110 જીપીયુ સાથે આવે છે.


    Xiaomi Mi Notebookના ફીચર્સ
    - 15.6 ઇંચની 178 ડિગ્રી વ્યૂઇંગ એંગલવાળી ફુલ HD એન્ટી ગ્લેર ડિસ્પ્લે
    - 8th જનરેશન ઇન્ટેલ કોર આઇ-5 અને 8th જનરેશન ઇન્ટેલ કોર આઇ-7 પ્રોસેસર
    - ગ્રાફિક્સ માટે 2 જીબી રેમવાળું Nvidia જી ફોર્સ MX110 જીપીયુ
    - ડોલ્બી સાઉન્ડવાળા 3 સ્ટીરિયો સ્પીકર
    - મલ્ટી ટાસ્કિંગમાં ગરમ ન થાય તે માટે 2+2 હીટ સિંકિંગ પાઇપવાળો ડ્યુઅલ ફેન લેઆઉટ
    - HDMI પોર્ટ, બે USB 2.0 પોર્ટ, બે USB 3.0 પોર્ટ, કાર્ડ રીડર અને 3.5 mm હેડફોન જેક
    - ડીપ ગ્રે અને વ્હાઇટ કલરમાં ખરીદી શકાશે

    Xiaomi Mi Notebookની કિંમત
    ચીનમાં શાઓમી i5 પ્રોસેસરવાળા મી નોટબુક 4 જીબી રેમ વેરિઅન્ટની કિંમત અંદાજે 40700 રૂપિયા તથા 8 જીબી રેમ વેરિઅન્ટની કિંમત અંદાજે 45800 રૂપિયા છે. જ્યારે વધુ પાવરફુલ i7 પ્રોસેસરવાળા મી નોટબુક 8 જીબી રેમ વેરિઅન્ટની કિંમત અંદાજે 50900 રૂપિયા છે. ત્રણેય વેરિઅન્ટનું વેચાણ 28 ઓગસ્ટથી ચીનમાં શરૂ થશે. ભારત તથા અન્ય માર્કેટમાં Xiaomi Mi Notebookનું વેચાણ ક્યારથી શરૂ થશે તે અંગે કોઇ માહિતી નથી.

    આ પણ વાંચોઃ શાઓમીનું નવું ટેબ્લેટ Xiaomi Mi Pad 4 Plus, મોટી સ્ક્રીન વધારશે મૂવી અને ગેમિંગની મજા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ