સ્માર્ટ શૂઝ / શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યા મેન્સ સ્પોર્ટસ શૂઝ, એડવાન્સ બુકિંગ શરૂ

Xiaomi launch smart men's shoes in india
X
Xiaomi launch smart men's shoes in india

  • કંપનીનો દાવો છે કે ખરાબ રસ્તામાં પણ પગને ઝટકો નહીં લાગે 
  • શૂઝ ખાસ ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવ્યા છે
  • એડવાન્સ બુકિંગ પર 500 રૂપિયાની બચત, 15 માર્ચથી શિપિંગ શરૂ થશે 

Divyabhaskar.com

Feb 07, 2019, 01:26 PM IST
ગેજેટ ડેસ્ક. શાઓમી ઇન્ડિયા સતત પોતાની પ્રોડક્ટ્સને એક્સપાન્ડ કરી રહી છે. આ અંતર્ગત કંપનીએ હવે મેન્સ સ્પોર્ટસ શૂઝ લોન્ચ કર્યા છે. ભારતમાં તેને 2499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ શૂઝને હાલમાં માત્ર બુક જ કરાવી શકાશે. તેનું શિપિંગ 15 માર્ચથી શરૂ થશે. શાઓમીએ આ શૂઝના પરફોર્મન્સ અને સ્ટાઇલનું પરફેક્ટ બેલેન્સ ગણાવ્યું છે. સ્પોર્ટ્સ શૂઝ 2નું કંપનીના ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરવામાં આવશે. તેનું બુકિંગ 6 ફેબ્રુઆરીથી શરૂ થઇ ગયું છે. અત્યારે ચાલતી ઓફર અનુસાર, હાલમાં આ શૂઝનું બુકિંગ કરાવવા પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ એક લિમિટેડ ટાઇમ ઓફર છે.

શૂઝમાં 5 ઇન વન યુનિમોલ્ડિંગ ટેક્નોલોજીનો ઉપયોગ

આ શૂઝ એવા લોકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે જે હંમેશા એક્ટિવ રહે છે અને ફરતા રહે છે. જેમાં 5 ઇન વન યુનિમોલ્ડિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે. તેને અલગ-અલગ પાંચ ડિફરન્ટ મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. તે શૉક એબ્ઝોર્બન્ટ, ડ્યુરેબલ અને સ્લિપ રેસિસ્ટન્ટ છે. આ શૂઝ આરામદાયક કુશનિંગ આપે છે.
તેને બ્રિધેબલ અને વોશેબલ મેશ ફેબ્રિકમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. જેને કારણે તેને વોશિંગ મશીનમાં પણ વોશ કરી શકાશે. તેનું ફિશબોન સ્ટ્રક્ચર અચાનક આવેલા મચકોડ સામે સપોર્ટ કરશે.
શૂઝમાં આરામદાયક કુશન મળે છે. ટ્વિસ્ટ રેસિસ્ટન્ટ હોવાથી અચાનક જ પગ મચકોડાવો અથવા પગ પર આંચકો આવવાની શક્યતા ઘટી જાય છે. સોલિડ ગ્રિપ આપવામાં આવી છે, જેનાથી સ્લિપ થવાના ચાન્સ ઘટી જશે. 10 ફિશબોન સ્ટ્રક્ચરથી બેલેન્સ ઇમ્પ્રૂવ થશે. મચકોડની શક્યતા ઘટશે.
સ્ટ્રોન્ગ સસ્પેન્શન હોવાથી એડી પર વધારે અસર નહીં થાય. ખરાબ અને પથરાલ રસ્તાઓ પર ચાલવા છતાં પગને કોઇ પણ પ્રકારની તકલીફ નહીં પડે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી