Home » Gadgets » Latest » શાઓમી Redmi 6 સીરિઝ ભારતમાં લોન્ચ | Xiaomi Redmi Series to launch on September 5 India

10000 રૂપિયાના બજેટમાં શાઓમી Redmi 6 સીરિઝના ત્રણ ફોન એકસાથે લોન્ચ કરશે

Divyabhaskar.com | Updated - Sep 01, 2018, 03:31 PM

Xiaomi Redmi 6 Pro, Redmi 6 અને Redmi 6A સ્માર્ટફોનનું 5 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચિંગ

  • શાઓમી Redmi 6 સીરિઝ ભારતમાં લોન્ચ | Xiaomi Redmi Series to launch on September 5 India
    (ડાબેથી) રેડમી 6 પ્રો, રેડમી 6 અને રેડમી 6A

    ગેજેટ ડેસ્કઃ Redmi 6, Redmi 6 Pro અને Redmi 6A સ્માર્ટફોન ભારતમાં ટૂંક જ સમયમાં લોન્ચ થશે. શાઓમી પોતાની રેડમી 6 સીરિઝના ત્રણ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કરી ચૂક્યું છે. કંપનીએ સૌથી પહેલા Redmi 6 અને Redmi 6Aને લોન્ચ કર્યા હતા. ચીનમાં Redmi 6 Proને હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ત્રણેય સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં હિટ સાબિત થયેલા Redmi 5, Redmi 5A અને Redmi Note 5 Proના અપગ્રેડ વેરિઅન્ટ્સ છે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા મીડિયા ઇન્વાઇટ અનુસાર, 5 સપ્ટેમ્બરે એક લોન્ચિંગ ઇવેન્ટ યોજાશે. જો કે, તેમાં શું લોન્ચ થશે તેની સ્પષ્ટતા કરવામાં નથી આવી.

    Xiaomi Redmi 6ના ફીચર્સ અને કિંમત
    રેડમી 6 આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઇડ 8.1 ઓરિયો ધરાવે છે. તેમાં 5.45 ઇંચની HD+ ફુલ વ્યૂ ડિસ્પ્લે છે. ફોન 3 જીબી અને 4 જીબી રેમ વેરિઅન્ટમાં આવશે. ફોનમાં હીલિયો પી22 પ્રોસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. Xiaomi Redmi 6માં 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા છ. જ્યારે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. Redmi 6ની કિંમત ચીનમાં અંદાજે 8500 રૂપિયાથી શરૂ થાય છે.


    Xiaomi Redmi 6Aના ફીચર્સ અને કિંમત
    ડ્યુઅલ સિમવાળો Redmi 6A નવી રેડમી સીરિઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં 5.45 ઇંચની ફુલ વ્યૂ ડિસ્પ્લે મળશે. આ સ્માર્ટફોનમાં હીલિયો એ22 ચિપસેટ છે. 2 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ સાથે આવતા આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો રિઅર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનમાં 3000 mAhની બેટરી મળશે. Xiaomi Redmi 6A ચીનમાં અંદાજે 6300 રૂપિયામાં વેચાય છે.


    Xiaomi Redmi 6 Proના ફીચર્સ અને કિંમત
    Xiaomi Redmi 6 Pro નવી રેડમી સીરિઝનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન છે. તેમાં 5.54 ઇંચની ફુલ HD+ નૉચ ડિસ્પ્લે મળશે. તેમાં સ્નેપડ્રેગન 625 પ્રોસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. તે સિવાય ગ્રાફિક્સ માટે ફોનમાં એડ્રિનો 506 જીપીયુ મળશે. તે સિવાય ફોન 3 અને 4 જીબી રેમ વેરિઅન્ટમાં લોન્ચ થઇ શકે છે. રેડમી 6 પ્રોમાં 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં લાંબી ચાલે તેવી 4000 mAhની બેટરી મળશે. Redmi 6 Proની કિંમત અંદાજે 15000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

    આ પણ વાંચોઃ Xiaomi Poco F1: 20000 રૂપિયાના બજેટમાં સૌથી પાવરફુલ ફોન

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ