• Gujarati News
  • National
  • વોટ્સએપ લેન્ડલાઇન નંબર ટિપ્સ | WhatsApp Use Without Sim Card

સિમ કાર્ડ કે નંબર વગર પણ યૂઝ કરી શકો છો WhatsApp, ટ્રાય કરો બે પ્રોસેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ ભારતમાં વોટ્સએપ યૂઝર્સની સંખ્યા 20 કરોડથી વધુ છે. વોટ્સએપનો યૂઝ માત્ર મેસેજિંગ માટે નહીં પણ વોઇસ અને વીડિયો કોલિંગનો પણ યૂઝ કરવામાં આવે છે. વોટ્સએપ યૂઝ કરવા માટે માત્ર એક નંબરની જ જરૂર હોય છે, પરંતુ ઘણા લોકો પોતાનો નંબર અન્ય સાથે શેર કરવા નથી ઇચ્છતા. તેવામાં અમે કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ જેનાથી તમે સિમ કાર્ડ વગર કે પોતાનો નંબર કોઇની સાથે શેર કર્યા વિના પણ વોટ્સએપ યૂઝ કરી શકો છો.  


TextNow એપનો યૂઝ કરો
- સૌથી પહેલા પ્લે સ્ટોરથી Text Now એપને ડાઉનલોડ કરો. એપ ઓપન કરો અને સાઇન-ઇન કરો.
- સાઇન-ઇન કરવા માટે તમે પોતાનું ઇ-મેઇલ આઇડી અથવા ફેસબુકનો યૂઝ કરી શકો છો.
- બાદમાં તમને યૂઝર નેમ અને એરિયા કોડ પૂછવામાં આવશે.
- અહીં તમે ભારત સિવાય અન્ય કોઇ પણ વિસ્તારનો કોડ યૂઝ કરી શકો છો. જેમ કે 315808 અથવા અમેરિકન કોડ પણ યૂઝ કરી શકો છો.
- આટલું કરતાં જ તમને એપ દ્વારા એક નંબર મળશે.
- હવે પોતાના સ્માર્ટફોનમાં વોટ્સએપને ડાઉનલોડ કરી ઓપન કરો.
- ઓપન કર્યા પછી વોટ્સએપ તમને પોતાનો નંબર પૂછશે જેમાં TextNowથી મળેલા નંબરને સબમિટ કરો.
- સબમિટ કર્યા પછી TextNow તમને OTP મોકલશે પરંતુ OTP સબમિટ કરતી વખતે પ્રોસેસ ફેઇલ થઇ જશે.
- પછી click on call me પર ક્લિક કરો. ક્લિક કરતાં એપ તરફથી એક કોલ આવશે. કોલ પર તમને OTP મળશે.
- કોલ પર મળેલા OTP ને વોટ્સએપમાં નાંખો અને સબમિટ કરો.
- સબમિટ કરતાં જ તમે પોતાનો નંબર યૂઝ કર્યા વિના જ વોટ્સએપ યૂઝ કરી શકો છો.

 

લેન્ડલાઇન નંબર દ્વારા વોટ્સએપનો યૂઝ
- સૌથી પહેલા વોટ્સએપને પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરો.
- ત્યારબાદ એપને ઓપન કરો અને પોતાનો લેન્ડલાઇન નંબર એન્ટર કરો.
- ત્યારબાદ તમારું OTP વેરિફેકશન ફેલ થશે. Call Me ઓપ્શન પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમને એક કોલ આવશે.
- કોલ પર તમને OTP આપવામાં આવશે. તે OTPને વોટ્સએપ પર એન્ટર કરીને સબમિટ કરી દો.
- આટલું કરતાં જ લેન્ડલાઇન નંબરથી પણ તમે વોટ્સએપ યૂઝ કરી શકો છો.

 

આ પણ વાંચોઃ એક ફોનમાં બે WhatsApp ચલાવવાની પ્રોસેસ

અન્ય સમાચારો પણ છે...