• Home
  • Gadgets
  • Apps
  • વોટ્સએપ સ્ટેટસથી કમાણી | WhatsApp to start earning from status ads

પૈસા કમાવવા માટે WhatsApp સ્ટેટસમાં દેખાડવામાં આવશે Ads: રિપોર્ટમાં દાવો

વોટ્સએપ સ્ટેટસથી કમાણી | WhatsApp to start earning from status ads

divyabhaskar.com

Aug 04, 2018, 06:06 PM IST

ગેજેટ ડેસ્કઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ હવે રેવેન્યૂ જનરેટ કરવા માટે યૂઝર્સના સ્ટેટસમાં એડ દર્શાવવાની તૈયારીમાં છે. આ વાતનો દાવો વોલ સ્ટ્રીટ જરનલના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામ પણ રેવેન્યૂ જનરેટ કરવા માટે પોતાના સ્ટોરી ફીચરમાં એડ દર્શાવે છે. આથી WhatsAppની પેરન્ટ કંપની ફેસબુક પણ પોતાના આ પ્લેટફોર્મથી પૈસા કમાવવા માટે આ કામ કરી રહી છે. આ સર્વિસને 2019 સુધીમાં શરૂ કરવામાં આવી શકે છે.

વિશ્વભરમાં 150 કરોડ યૂઝર્સ
રિપોર્ટના આંકડાઓ અનુસાર, WhatsAppના વિશ્વભરમાં લગભગ 150 કરોડ યૂઝર્સ છે. જેને WhatsAppની પેરન્ટ કંપની Facebook પોતાના નવા બિઝનેસ મોડલ સાથે જોડીને રેવન્યૂ જનરેટ કરવા માટે યૂઝ કરી શકે છે. વિશ્વભરમાં WhatsApp સ્ટેટસનો યૂઝ અંદાજે 45 કરોડ યૂઝર્સ રોજ કરી રહ્યા છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને રોજ અંદાજે 40 કરોડ યૂઝર્સ યૂઝ કરે છે.

આ પણ વાંચોઃ વોટ્સએપ ગ્રૂપ્સમાં હવે 4 લોકો એકસાથે કરી શકશે વીડિયો ચેટિંગ

X
વોટ્સએપ સ્ટેટસથી કમાણી | WhatsApp to start earning from status ads
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી