સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પછી વોટ્સએપે આપ્યું આ નિવેદન, હવે તમારા 1 ભૂલ BAN કરાવી શકે છે તમારું એકાઉન્ટ, આવું થવા પર કંપની ભરશે પગલાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ વોટ્સએપે યૂઝર્સને એલર્ટ કરતાં કહ્યું છે કે તેમના પ્લેટફોર્મ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું કોઇ જ સ્થાન નથી અને આ પ્રકારના કન્ટેન્ટ અંગે ફરિયાદ આવવા પર સંબંધિત યૂઝરનું એકાઉન્ટ BAN કરવાની કાર્યવાહી કરી શકાય છે. વોટ્સએપે ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામે લાલ આંખ બતાવી છે. કંપનીનું કહેવું છે કે, તેઓ એજન્સીઓની રિક્વેસ્ટ પર આ પ્રકારના અપરાધોની તપાસ કરશે. 

 

મેસેજ નથી જોઇ શકતું વોટ્સએપ: કંપનીએ પોતાના સ્ટેટમેન્ટ કહ્યું છે કે, અમે કોઇના મેસેજ નથી જોઇ શકતા પરંતુ જો કોઇ યૂઝર તેની ફરિયાદ કરશે તો અમે એકાઉન્ટને BAN કરવા માટે કાર્યવાહી કરી શકીએ છીએ. વોટ્સએપની આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટની કોમેન્ટ પછી આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કેન્દ્ર અને ઇન્ટરનેટ દિગ્ગજ ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ફેસબુક સાથે મળીને રેપ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને વાંધાજનક કન્ટેન્ટને હટાવવા માટે સહમત છે.  

 

આવું કન્ટેન્ટ વોટ્સએપ પર શેર કર્યું તો થઇ શકે જેલ
1. ગ્રૂપ એડિમન છો તો તમારા ગ્રૂપમાં કોઇ પણ પ્રકારના વાંધાજનક વીડિયો, ફોટો, મેસેજ શેર ન થવા જોઇએ. 
2. કોઇ પણ પ્રકારના ધાર્મિક વીડિયો, ફોટો, ટેક્સ્ટ, ઐતિહાસિક આંકડાઓ શેર ન થવા જોઇએ. 
3. કોઇ પણ જાતિ કે ધર્મની ભાવનાઓ ભડકાવતું કન્ટેન્ટ પણ શેર ન થવું જોઇએ. 

અન્ય સમાચારો પણ છે...