• Gujarati News
  • National
  • વોટ્સએપ રેડ લિંક ફેક ન્યૂઝ ફીચર | WhatsApp Suspicious Link Feature

WhatsApp ફેક ન્યૂઝ ફોરવર્ડ થશે તો બતાવશે RED મેસેજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ WhatsApp એ પોતાના પ્લેટફોર્મ પર ફેલાતા ફેક ન્યૂઝ અને અફવાઓને અટકાવવા માટે પગલાં નવું ફીચર તૈયાર કર્યું છે. Suspicious Link Detection નામના આ ફીચરનું વોટ્સએપ ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર હેઠળ યૂઝરને કોઇ શંકાસ્પદ મેસેજ ફોરવર્ડ થશે તો તે મેસેજમાં આપેલી લિંક લાલ રંગની થઇ જશે. આ ફીચર દ્વારા વોટ્સએપ યૂઝર્સ સ્પેમ લિંક અને શંકાસ્પદ વેબસાઇટ્સને ક્લિક કરવાથી અને તેને ફોરવર્ડ કરવાથી બચશે. 

 

- હાલમાં આ ફીચરને વોટ્સએપના બીટા વર્ઝન 2.18.204 માટે લોન્ચ કરવામાં આવ્યું છે. જેને આવનારા સમયમાં વોટ્સએપના અન્ય યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે તેવી સંભાવના છે. 
- ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં પાકિસ્તાનનો એક વીડિયો ભારતમાં વાઇરલ થયો જેને કારણે અત્યાર સુધીમાં અંદાજે 29 ભારતીયોના મૃત્યુ થયા છે. તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે આ વીડિયો હિન્દુ-મુસ્લિમ, કોંગ્રેસ-બીજેપી, પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો નથી. વીડિયોમાં એક ગેંગ અચાનક આવે છે અને એક બાળકને ઉઠાવીને લઇ જાય છે. આ વીડિયો જેવી રીતે વાઇરલ બન્યો છે તેના હજુ પણ ઘણા લોકોનો જીવ જશે તેવો ડર છે.
- આવા વીડિયો અને અન્ય ફેક ન્યૂઝના પ્રસારને કારણે સરકારે વોટ્સએપને વોર્નિંગ પણ આપી હતી.,
- આવનારા દિવસોમાં ફેક ન્યૂઝ અને ફેક લિંક્સને ફોરવર્ડ થતી અટકાવવામાં 'સસ્પિશિસ લિંક ડિટેક્શન' ફીચર મદદરૂપ થશે. 

 

ફીચર કેવી રીતે કામ કરશે
- WaBetaInfo ના અહેવાલ અનુસાર, Suspicious Link ફીચરના કારણે જ્યારે તમારી પાસે કોઇ ફેક ન્યૂઝ લિંક અથવા કોઇ જૂઠ્ઠી વેબસાઇટનો મેસેજ આવશે અને તમે તેના પર ક્લિક કરશો તો વોટ્સએપ તેનો એક પ્રિવ્યૂ દેખાડશે. 
- જો લિંક શંકાસ્પદ જણાશે તો તે લિંક પર લાલ રંગમાં Suspicious Link લખેલું આવી જશે. 
- તેમ છતાં યૂઝર તે લિંકને ઓપન કરશો તો વોટ્સએપ તમને 'This link contains unusual characters. It may be trying to appear as another site' લખેલી એક નોટિસ દેખાડશે. 
- આવી રીતે યૂઝર કોઇ પણ ફેક લિંકને ઓપન કરવાથી બચી શકશે. 


વાંચોઃ WhatsAppની ગાઇડલાઇન્સ: મેસેજ ફોરવર્ડ કરતી વખતે શું ધ્યાન રાખવું જેથી પોલીસના લફડાથી બચીને રહેવાય

અન્ય સમાચારો પણ છે...