• Home
  • Gadgets
  • Apps
  • વોટ્સએપ ગ્રૂપ વીડિયો કોલ ફીચર લોન્ચ | How to use WhatsApp Group Video Calling

WhatsApp પર શરૂ થયું ગ્રૂપ વીડિયો કોલિંગ, યૂઝ કરવાની પ્રોસેસ

ગ્રૂપ વીડિયો કોલિંગ માત્ર વીડિયો જ નહીં પણ ઓડિયો કોલ્સ માટે પણ છે

divyabhaskar.com | Updated - Jul 31, 2018, 12:10 PM
વોટ્સએપ ગ્રૂપ વીડિયો કોલ ફીચર લોન્ચ | How to use WhatsApp Group Video Calling

ગેજેટ ડેસ્કઃ ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન WhatsAppમાં હવે ગ્રૂપ વીડિયો કોલિંગ ફીચર શરૂ થઇ ગયું છે. મે મહિનામાં આયોજિત ડેવલપર કોન્ફરન્સ F8માં કંપનીએ તેની જાહેરાત કરી હતી. ગ્રૂપ વીડિયો કોલિંગ માત્ર વીડિયો જ નહીં પણ ઓડિયો કોલ્સ માટે પણ છે. વોટ્સએપ અનુસાર, ગ્રૂપ વીડિયો કોલિંગ ફીચરને વિશ્વભરમાં એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે લાઇવ કરી દેવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી એકસાથે ચાર યૂઝર્સ વીડિયો ચેટ કરી શકશે.

- ગ્રૂપ વીડિયો કોલિંગ ફીચર નવું નથી, અન્ય ઘણી એપ્સ આ સુવિધા આપે છે.
- જો કે, વોટ્સએપનો દાવો છે કે, તેમણે આ ફીચર એવી રીતે ડિઝાઇન કર્યું છે જેથી ગ્રૂપ વીડિયો કોલિંગમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટની જરૂર નહીં પડે.
- કંપનીએ કહ્યું છે કે, ટેક્સ્ટ મેસેજની જેમ જ વીડિયો કોલ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ હશે.

WhatsApp પર ગ્રૂપ વીડિયો કોલ કરવાની રીત
- પહેલા કોઇ ફ્રેન્ડને વીડિયો કોલ કરો.
- વીડિયો કોલ કનેક્ટ થશે, પછી તમને સ્ક્રીનમાં જમણી બાજુ ઉપર કોર્નરમાં પ્લસ '+' (Add participant) દેખાશે. તેના પર ક્લિક કરીને ત્રીજા અને આવી જ રીતે ચોથા વ્યક્તિને ગ્રૂપ વીડિયો કોલમાં કનેક્ટ કરી શકશો.
- રિપોર્ટ્સ અનુસાર, તમે એક સાથે ત્રણ લોકોને વીડિયો કોલ નહીં કરી શકો. સૌથી પહેલા તમે કોઇને કોલ કરો અને તે કનેક્ટ થાય પછી જ ત્રીજા વ્યક્તિને વીડિયો કોલમાં કનેક્ટ કરી શકશો. તથા ત્રીજો વ્યક્તિ કોલ ઇન્વિટેશન સ્વીકારશે તો જ ચોથો વ્યક્તિ ગ્રૂપ કોલ કનેક્ટ કરી શકશે.

આ પણ વાંચોઃ Jio Phone 2 લોન્ચઃ ફેસબુક અને વોટ્સએપ વોઈસ કમાન્ડથી ચાલશે

X
વોટ્સએપ ગ્રૂપ વીડિયો કોલ ફીચર લોન્ચ | How to use WhatsApp Group Video Calling
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App