જાણો, Good Morning જેવા મેસેજ વોટ્સએપ પર હવે કેમ હેરાન નહીં કરે

વોટ્સએપ પર આવતાં ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ જેવા મેસેજનો ત્રાસ લગભગ દરેક લોકોએ અનુભવ્યો હશે

divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:07 PM
WhatsApp to bring mark forwarded message spam

ગેજેટ ડેસ્કઃ વોટ્સએપ પર આવતાં ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ જેવા ફોરવર્ડ મેસેજનો ત્રાસ લગભગ તમામ લોકોએ અનુભવ્યો હશે. ખાસ કરીને કોઇ ફેસ્ટિવલ હોય ત્યારે પણ ફેસ્ટિવલ અંગેના ઢગલો મેસેજ યૂઝર્સને આવતા હોય છે. આવા મેસેજનો ત્રાસ ઘટાડવા માટે વોટ્સએપે હવે 'Forwarded Message' નામના ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

- આ ફીચરને કારણે જો કોઇ વ્યક્તિ તમને મેસેજ ફોરવર્ડ કરશે તો તેના પર Forwarded લખેલું આવશે.
- તેવામાં તમે આ મેસેજને જોયા વગર ડિલીટ પણ કરી શકો છો, અથવા મેસેજ સાથે સેન્ડ કરવામાં આવેલા ફોટોગ્રાફને ડાઉનલોડ કરવાની કોઇ જરૂરિયાત નહીં રહે.

WhatsApp એપ્લિકેશનના ફોરવર્ડેડ મેસેજ ફીચર અંગે વધુ જાણવા સ્લાઇડ બદલો

વોટ્સએપ પર 'Forwarded Message' નામના ફીચરનું ટેસ્ટિંગ
વોટ્સએપ પર 'Forwarded Message' નામના ફીચરનું ટેસ્ટિંગ

# બીટા વર્ઝન પર ચાલી રહ્યું છે ટેસ્ટિંગ


- WABetaInfo જે વોટ્સએપ અપડેટ ટ્રેકર છે, આ વેબસાઇટે દાવો કર્યો છે તે, આ ફીચરનું ટેસ્ટિંગ વોટ્સએપના બીટા વર્ઝન પર શરૂ થઇ ગયું છે. 
- આ ફીચર હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝન v2.18.67 પર ચાલી રહ્યું છે. 
- સક્સેસફુલ ટેસ્ટિંગ બાદ જ આ અન્ય યૂઝર્સ માટે અપડેટ આપવામાં આવશે.
- આ ફીચરથી મદદથી વોટ્સએપ સ્પેમ મેસેજને રોકે પણ છે. 
- WABetaInfoની વેબસાઇટ પર આ ફીચરના ટેસ્ટિંગનો એક ફોટો પણ છે. 

 

# ગ્રૂપ ડિસ્ક્રિપ્શન ફીચર


- વોટ્સએપના બીટા વર્ઝન યૂઝર્સ માટે હાલમાં જ ગ્રૂપ ડિસ્ક્રિપ્શન ફીચર અંગે અપડેટ જાહેર કર્યું છે.
- આ ફીચરથી કોઇ પણ ગ્રૂપનો કોઇ પણ મેમ્બર ડિસ્ક્રિપ્શન એડિટ કરી શકે છે. 

X
WhatsApp to bring mark forwarded message spam
વોટ્સએપ પર 'Forwarded Message' નામના ફીચરનું ટેસ્ટિંગવોટ્સએપ પર 'Forwarded Message' નામના ફીચરનું ટેસ્ટિંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App