• Home
  • Utility
  • Gadgets
  • Apps
  • ફેક ન્યૂઝથી બચવા માટેની વોટ્સએપની ટિપ્સ | WhatsApp Tips to spot fake news and messages

WhatsAppની ગાઇડલાઇન્સ: મેસેજ ફોરવર્ડ કરતી વખતે શું ધ્યાન રાખવું જેથી પોલીસના લફડાથી બચીને રહેવાય

ફેક ન્યૂઝથી બચવા માટેની વોટ્સએપની ટિપ્સ | WhatsApp Tips to spot fake news and messages

divyabhaskar.com

Jul 10, 2018, 05:44 PM IST

ગેજેટ ડેસ્કઃ સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા સમાચાર, ફોટો અને વીડિયો દ્વારા ફેલાતી અફવાઓને રોકવા માટે સરકાર અને કંપનીઓ ગંભીર છે. વોટ્સએપ અને ફેસબુક દ્વારા ફેલાતી અફવાઓને ડામવા માટે સરકારે કડક કાયદો બનાવ્યો છે ત્યારે સોશિયલ મીડિયા કંપનીઓ પણ આ અંગે પગલાં ઉઠાવી રહી છે. WhatsApp એ ફેક ન્યૂઝ અને અફવાઓને ફોરવર્ડ થતી અટકાવવા માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે.

Whatsapp એ જાહેર કરેલી ગાઇડલાઇન્સ


1. મેસેજ ફોરવર્ડ થઇને આવ્યો છે
હાલમાં જ વોટ્સએપે નવું ફીચર લોન્ચ કર્યું છે જેના દ્વારા યૂઝર જાણી શકે છે કે કયો મેસેજ ફોરવર્ડ થયેલો છે. જો તમને નથી ખબર કે મેસેજ કોણે લખ્યો છે તો ફેક્ટ્સને ફરીથી ચેક કરો.


2. મેસેજ વાંચીને વિશ્વાસ ન બેસે તો કરો ચેક
એવા મેસેજ જેને વાંચીને વિશ્વાસ ન બેઠે તે મોટેભાગે ખોટા હોય છે. આથી આવા મેસેજ આવે તો આસપાસમાં ચેક કરો કે તે સાચા છે કે ખોટા.


3. ડરામણા મેસેજને ફોરવર્ડ ન કરો
જો તમે મેસેજમાં એવું કંઇ વાંચો જેનાથી તમને ગુસ્સો આવે છે અથવા ડર લાગે છે તો જાણવાનો પ્રયત્ન કરો કે તે મેસેજનો હેતુ તમારામાં ખાસ પ્રકારની ભાવનાઓ પેદા કરવાનો તો નથી ને? જો જવાબ 'હા' છે તો આવા મેસેજ ક્યારેય બીજા લોકોને ફોરવર્ડ ન કરો.


4. એવા મેસેજથી બચો જે થોડા અલગ લાગતા હોય
મોટાભાગના એવા મેસેજો જેમાં ફેક ન્યૂઝ કે અફવાઓ હોય છે તેમાં ભાષા અથવા વ્યાકરણની ભૂલો હોય છે. મેસેજમાં છુપાયેલી આવી બાબતોને ઓળખો જેથી તમે અંદાજો લગાવી શકશો કે તમને આવેલો મેસેજ સાચો છે કે નહીં.


5. ફોટો ધ્યાનથી જુઓ
સામાન્ય રીતે લોકો ફોટો અને વીડિયો પર તરત વિશ્વાસ કરતાં હોય છે, પરંતુ તમને ગેરમાર્ગે દોરવા માટે ફોટો અને વીડિયોને એડિટ કરેલો હોય શકે છે. ઘણીવાર ફોટો તો સાચો હોય છે પરંતુ તેની સાથે જોડાયેલા ન્યૂઝ કે વાર્તા ખોટા હોય છે. આથી ઓનલાઇન જઇને ચેક કરો કે ફોટો ક્યાંથી આવ્યો છે.


6. ન્યૂઝ સાઇટ કે ન્યૂઝ એપ્સનો ઉપયોગ
ઘટનાની સત્યતા ચકાસવા માટે અન્ય ન્યૂઝ સાઇટ્સ કે એપ્સ ચેક કરો. જો ઘટના સાચી હશે તો શક્ય છે કે અન્ય જગ્યાએ પણ તે અંગે સમાચાર હશે. જ્યારે એક જ ઘટના અંગે તમને અલગ-અલગ ન્યૂઝ સાઇટ પર વાંચવા મળે ત્યારે તે ઘટના સાચી હોવાની સંભાવના વધી જાય છે.

7. તમે જે જોવા ઇચ્છો છો તેને કંટ્રોલ કરી શકો છો
તમે WhatsApp પર કોઇ પણ નંબરને બ્લોક કરી શકો છો અથવા કોઇ પણ ગ્રૂપ છોડી શકો છો. પોતાના WhatsApp એક્સ્પીરિયન્સને પોતાના કંટ્રોલમાં રાખવા માટે વોટ્સએપના આવા ફીચર્સનો યૂઝ કરો.

8. લિંક ચેક કરો
ઘણીવાર એવું લાગતું હોય છે કે, મેસેજમાં જે લિંક આપવામાં આવેલી છે તે કોઇ જાણીતી વેબસાઇટની છે, પરંતુ જો તે લિંકમાં કોઇ ભૂલ કે વિચિત્ર કેરેક્ટર હોય તો શક્ય છે કે, તે લિંક ચોક્કસથી ખોટી હોઇ શકે છે.

9. સમજી વિચારીને મેસેજ કરો ફોરવર્ડ
જો તમને જાણ ન હોય કે તમને આવેલો મેસેજનો સોર્સ શું છે તો સંભવ છે કે મેસેજમાં આપેલી માહિતી ખોટી હોઇ શકે છે. આથી આવા મેસેજને અન્ય લોકોને ફોરવર્ડ ન કરો.

10. ફેક ન્યૂઝ ઝડપથી લોકોમાં પ્રસરે છે
તમે આ વાતનું ધ્યાન રાખો કે મેસેજ તમને કેટલીવાર મળ્યો છે. એકનો એક મેસેજ વારંવાર તમને આવે તેનો અર્થ જરાપણ એવો નથી કે તે મેસેજ કે ન્યૂઝ સાચા છે.

વાંચોઃ WhatsApp પર તમારાથી છુપાતા લોકોને આ ટ્રિકથી પકડો

X
ફેક ન્યૂઝથી બચવા માટેની વોટ્સએપની ટિપ્સ | WhatsApp Tips to spot fake news and messages
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી