તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

WhatsApp ડિલીટ કરવાનું છે તમારા ફોટો-વીડિયો, ડેટા બચાવવાની પ્રોસેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ ફેસબુક માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપે પોતાની પોલિસીમાં કેટલાક બદલાવ કર્યા છે. વોટ્સએપે કહ્યું છે કે, નવેમ્બરથી વોટ્સએપ ડેટા બેકઅપની અસર ગૂગલ ડ્રાઇવના સ્ટોરેજ પર નહીં પડે. અન્ય શબ્દોમાં કહીએ તો, હવે તમે ગૂગલ ડ્રાઇવમાં વોટ્સએપ ડેટાનો અનલિમિટેડ બેકઅપ લઇ શકે છે, પરંતુ તેમાં એક પ્રોબ્લેમ પણ છે કે, તમારા કેટલાંક જૂના વીડિયો અને ફોટો ડીલિટ થઇ જશે. વોટ્સએપે કહ્યું છે કે, 12 નવેમ્બર 2018થી આ ફીચર શરૂ થઇ જશે, તેના પછીથી યૂઝર્સને સ્ટોરેજ અંગે કોઇ સમસ્યા નહીં રહે. હવે સવાલ છે કે, જે ડેટાને વોટ્સએપ ડિલીટ કરવાનું છે તેને કેવી રીતે બચાવવો.

 

વોટ્સએપ પર ડેટા બચાવવાની પ્રોસેસ

સૌથી પહેલા તમને જણાવી દઇએ કે, 12 નવેમ્બર પહેલા સૌથી પહેલા ડેટાનો બેકઅપ લેવાનો રહેશે. પોતાના વોટ્સએપ ડેટાનો બેકઅપ લેવા માટે વોટ્સએપ ઓપન કરો અને પછી સેટિંગ્સમાં જાઓ. ત્યારબાદ Chat પર ક્લિક કરો અને પછી Chat Backup નો ઓપ્શન તમને મળશે. તેના પર ક્લિક કર્યા પછી તમે પોતાના મેસેજનો બેકઅપ લઇ શકો છો. બેકઅપ માટે ઇમેલ આઇડીને વોટ્સએપમાં લિંક કરવાનું રહેશે. જો તમે વોટ્સએપ પર આવેલા વીડિયોનો પણ બેકઅપ લેવા ઇચ્છો છો તો તમારે બેકઅપ લેતી વખતે include video બટન પર પણ ટિક કરવાની રહેશે.  

આ પણ વાંચોઃ WhatsApp પર શરૂ થયું ગ્રૂપ વીડિયો કોલિંગ, ફીચર યૂઝ કરવાની પ્રોસેસ