Home » Gadgets » Apps » WhatsApp starts Business app for small businesses

WhatsApp કરતાં કેટલી જુદી છે WhatsApp બિઝનેસ એપ, આવી રીતે કરો USE

Divyabhaskar.com | Updated - Jan 27, 2018, 11:39 AM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે સ્મોલ અને મીડિયમ સાઇઝના બિઝનેસને ધ્યાનમાં રાખીને બિઝનેસ એપ તૈયાર કરી છે

  • WhatsApp starts Business app for small businesses
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    વોટ્સએપની બિઝનેસ એપને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે

    ગેજેટ ડેસ્કઃ વોટ્સએપ બિઝનેસ એપ ભારતમાં લોન્ચ થઇ ગઇ છે. ફેસબુકની માલિકીની આ મેસેજિંગ એપને સ્મોલ અને મીડિયમ બિઝનેસને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. વોટ્સએપ બિઝનેસ એપ ઘણા સમયથી ચર્ચામાં હતી.

    - કંપની ઘણા સમયથી આ એપ્લિકેશન પર કામ કરી રહી હતી અને છેવટે આ એપ્લિકેશનને ભારત સહિત ઇન્ડોનેશિયા, ઇટાલી, મેક્સિકો, બ્રિટન અને અમેરિકામાં લોન્ચ કરવામાં આવી છે.

    વોટ્સએપ બિઝનેસ એપની ખાસિયતો

    - બિઝનેસ એપને બિઝનેસ અને ક્લાયન્ટ વચ્ચે સરળ કોમ્યુનિકેશન માટે ડિઝાઇન કરવામાં આવી છે.
    - વોટ્સએપે આ એપ્લિકેશન માટે BookMyShow, Netflix અને MakeMyTrip સાથે પાર્ટનરશિપ કરી છે.
    - જો તમે પર્સનલ નંબર પર વોટ્સએપ ચલાવી રહ્યા છો અને બિઝનેસ માટે વોટ્સએપ બિઝનેસ એપનો યૂઝ કરવા ઇચ્છો છો તો આવું કરી શકશો.
    - અર્થાત્ એક જ ફોનમાં વોટ્સએપ અને વોટ્સએપ ફોર બિઝનેસ એપને અલગ-અલગ નંબરથી યૂઝ કરી શકશો.

    આગળ જાણો વોટ્સએપ બિઝનેસ એપના ફીચર્સ

  • WhatsApp starts Business app for small businesses
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    - આ પ્રોફાઇલમાં યૂઝર્સ વેબસાઇટ, લોકેશન અને કોન્ટેક્ટ ઇન્ફર્મેશન જેવી માહિતી આપી શકશે.
    - આ પ્રોફાઇલથી કસ્ટમર્સ બિઝનેસ ડિસ્ક્રિપ્શન, ઇમેલ, સ્ટોર એડ્રેસ તથા વેબસાઇટ અંગે જાણી શરશે. 
    - એપમાં રજિસ્ટ્રેશન સમયે તમારે બિઝનેસ કેટેગરી સિલેક્ટ કરવાની હોય છે, ઉલ્લેખીય છે કે, એપમાં એક વખત બિઝનેસનું નામ સેટ કર્યા પછી પ્રોફાઇલમાં તેને ચેન્જ નહીં કરી શકાય. 

     

  • WhatsApp starts Business app for small businesses
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    - વોટ્સએપની બિઝનેસ એપમાં યૂઝર્સ પોતાની પ્રોફાઇલ ક્રિએટ કરી શકશે. જેના દ્વારા યૂઝર પોતાના કસ્ટમર્સને પોતાના બિઝનેસ અંગે માહિતી આપી શકશે. 

  • WhatsApp starts Business app for small businesses
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    - જો તમે બિઝી હશો તો બિઝનેસ મેસેજિંગ ટૂલમાં આપવામાં આવેલા ફીચર અવે મેસેજ દ્વારા પોતાના કસ્ટમર્સને Away અથવા Busy હોવાની માહિતી આપી શકશો. 

  • WhatsApp starts Business app for small businesses
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    - જેવું અમે જણાવી ચૂક્યા છીએ કે, આ એપ્લિકેશનને બિઝનેસ માટે તૈયાર કરવામાં આવી છે, તેવામાં આ એપને માત્ર મોબાઇલ જ નહીં લેપટોપ અને કમ્પ્યૂટર પર એપનું વેબ વર્ઝન યૂઝ કરી શકશો. 
    - આ એપમાં બિઝનેસ ટેક્સ્ટ મેસેજના ઓટો રિપ્લાય અને રિપ્લાય શિડ્યૂઅલ કરી શકાશે. તે સિવાય મોકલવામાં આવેતા તથા રિસીવ કરેલા મેસેજની સંખ્યા પણ જોઇ શકાશે.
    - બિઝનેસ એપની સાથે તમે લેન્ડલાઇન-ફિક્સ્ડ નંબરનો પણ યૂઝ કરી શકશો, પરંતુ તે માટે તમારે નંબર વેરિફાય કરાવવો પડશે. 
    - આ માટે વેરિફિકેશન સમયે Call Meનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવો પડશે. 

  • WhatsApp starts Business app for small businesses

    - સૌથી ખાસ ફીચરની વાત કરીએ તો તેમાં ચેટ દરમિયાન યૂઝર્સ બિઝનેસ પ્રોફાઇલને જોઇ શકે છે અને જાણી શકે છે કે, તે યોગ્ય બિઝનેસ એકાઉન્ટ સાથે જ વાત કરી રહ્યો છે. 
    - વોટ્સએપ બિઝનેસ એપમાં ખાસ ફીચરની સાથે વોટ્સએપ મેસેન્જરના રેગ્યુલર ફીચર્સ પણ આપેલા છે. બિઝનેસ એપમાં પણ પ્રોફાઇલ જોવી, મલ્ટીમીડિયા ફાઇલ સેન્ડ કરવી, ફ્રી કોલ અને ઇન્ટરનેશનલ મેસેજિંગ, ગ્રૂપ ચેટ કરી શકાશે. 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

Trending