• Home
  • Utility
  • Gadgets
  • Apps
  • વોટ્સએપ ગ્રૂપ વીડિયો કોલિંગ | For Android WhatsApp launches Video Group Calling

વોટ્સએપ ગ્રૂપ્સમાં હવે 4 લોકો એકસાથે કરી શકશે વીડિયો ચેટિંગ

વોટ્સએપ ગ્રૂપ વીડિયો કોલિંગ | For Android WhatsApp launches Video Group Calling

divyabhaskar.com

Jun 22, 2018, 06:16 PM IST

ગેજેટ ડેસ્કઃ વોટ્સએપે છેવટે બધા જ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ગ્રૂપ વીડિયો કોલિંગ ફીચર લોન્ચ કર્યું છે. વોટ્સએપનું ગ્રૂપ વીડિયો કોલિંગ ફીચર ભારતમાં લાઇવ થઇ ગયું છે. હાલમાં જ ફેસબુકની F8 ડેવલપર કોન્ફરન્સમાં માર્ક ઝકરબર્ગે કોન્ફરન્સમાં વોટ્સએપ ગ્રૂપ વીડિયો કોલિંગ ફીચર અંગે વાત કરી હતી. આ વીડિયો કોલિંગ ફીચરને અપડેટ કર્યા પછી ગ્રૂપ માં મેક્સિમમ 4 લોકો અને પર્સનલ ચેટમાં 3 લોકોને સામેલ કરી શકાશે.

વોટ્સએપ પર વીડિયો કોલિંગ કરવાની રીત
- પહેલા કોઇ ફ્રેન્ડને વીડિયો કોલ કરો.
- વીડિયો કોલ દરમિયાન કોલમાં અન્ય કોઇને એડ કરવાનો (Add participant)નો ઓપ્શન મળે તો સમજી લેવું કે તમારી એપમાં ગ્રૂપ વીડિયો કોલિંગનું ફીચર આવી ગયું છે.
- રિપોર્ટ્સ અનુસાર, તમે એક સાથે ત્રણ લોકોને વીડિયો કોલ નહીં કરી શકો. સૌથી પહેલા તમે કોઇને કોલ કરો અને તે કનેક્ટ થાય પછી જ ત્રીજા વ્યક્તિને વીડિયો કોલમાં કનેક્ટ કરી શકશો. તથા ત્રીજો વ્યક્તિ કોલ ઇન્વિટેશન સ્વીકારશે તો જ ચોથો વ્યક્તિ ગ્રૂપ કોલ કનેક્ટ કરી શકશે.

વાંચોઃ પોલીસ વોર્નિંગઃ આ 4 ભૂલો કરનારા વોટ્સએપ યૂઝર પહોંચી શકે છે જેલમાં

X
વોટ્સએપ ગ્રૂપ વીડિયો કોલિંગ | For Android WhatsApp launches Video Group Calling
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી