• Gujarati News
  • National
  • એક સેટ ટોપ બોક્સ ચલાવો બે ટીવી | How To Watch Channels In Two Tv With One Set Top Box

એક DTH છત્રીથી 2 TV પર જુઓ અલગ-અલગ ચેનલ્સ, કરવું પડશે આ સરળ કામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ ઘણા લોકો ડ્રોઇંગ રૂમ અને બેડરૂમમાં એમ ઘરમાં એક કરતાં વધુ ટીવી રાખતા હોય છે. અલગ-અલગ ટીવીમાં ચેનલ જોવા માટે અલગ-અલગ DTH કનેક્શનની જરૂર પડતી હોય છે, અર્થાત્ બે ટીવીમાં ચેનલ જોવા માટે તેટલા ડીટીએચ કનેક્શનની જરૂર પડે, પરિણામે ડીટીએચ માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. ટાટા સ્કાય, વીડિયોકોન DTH, ડિશ ટીવી, એરટેલ ડીટુએચ જેવી કંપનીઓના પ્લાન 200 રૂપિયાથી શરૂ થઇને 500 રૂપિયા સુધી જતા હોય છે. અર્થાત્ તમારા ઘરમાં બે ટીવી હોય તો 500 રૂપિયાથી 700 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. જો કે, એક ટ્રિક એવી પણ છે, જેના દ્વારા તમે એક જ DTH કનેક્શનથી 2 ટીવી ચલાવી શકો છો.   


એક્સ્ટ્રા સેટટોપ બોક્સની જરૂર પડશેઃ જો તમારે એક જ ડીટીએચ કનેક્શનથી બે અલગ-અલગ ટીવીમાં ચેનલ્સ જોવી હશે તો તમારે એક્સ્ટ્રા સેટટોપ બોક્સની જરૂર પડશે. કારણ કે, એક સેટટોપ બોક્સથી એક જ ટીવીમાં ચેનલમાં ચેન્જ કરી શકો છો. આથી બે ટીવી માટે બે સેટટોપ બોક્સની જરૂર પડે. તમામ બોક્સમાં LNB ઇન પોર્ટ હોય છે. આપણે એક સેટટોપ બોક્સ એવું જોઇશે જેમાં LNB આઉટ પોર્ટ આપ્યો હોય. જે બોક્સમાં આ પોર્ટ નહીં હોય તો ટીવી નહીં ચાલે. 

 

આગળની સ્લાઇડ્સ પર જાણો આ બોક્સને સેટઅપ કરવાની પ્રોસેસ