• Home
  • Gadgets
  • Latest
  • ફ્રીમાં મોબાઇલ પર લાઇવ આઇપીએલ| hotstar jio and airtel will stream ipl 2018 live

IPL 2018ની બધી મેચો આવી રીતે મોબાઇલમાં જુઓ ફ્રી

7 એપ્રિલથી શરૂ થતાં IPLને આવી રીતે લાઇવ જુઓ મોબાઇલમાં

divyabhaskar.com | Updated - Apr 06, 2018, 04:51 PM
ફ્રીમાં મોબાઇલ પર લાઇવ આઇપીએલ| hotstar jio and airtel will stream ipl 2018 live

IPL 2018ની બધી મેચો આવી રીતે મોબાઇલમાં જુઓ ફ્રી.

ગેજેટ ડેસ્કઃ શનિવાર 7 એપ્રિલથી IPL 2018નો પ્રારંભ થશે. 51 દિવસ ચાલનારી એન્ટરટેઇનિંગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ 27 મે એ રમાશે. જો તમે ક્રિકેટ ફેન હશો તો વધુ ઓછો રસ આઇપીએલમાં ધરાવતાં જ હશો. અમુક ક્રિકેટ ફેન્સ કોઇ પણ ભોગે આઇપીએલ મેચ જોવા માગશે. આજે અમે તમને ફ્રીમાં આઇપીએલની મેચ લાઇવ કેવી રીતે જોઇ શકાશે તે જણાવીશું.

આઇપીએલની મેચોનું મોબાઇલ પર પ્રસારણના રાઇટ્સ જિયો, એરટેલ અને હોટસ્ટારે ખરીદ્યા છે. ત્રણેય કંપનીઓ આઇપીએલની મેચો લાઇવ દેખાડશે પરંતુ દરેકની કેટલીક શરતો છે. (1) માય જિયો એપઃ જો તમે એક જિયો પ્રાઇમ યૂઝર છો તો તમે myjioapp પર તમામ મેચો લાઇવ જોઇ શકશો. એટલું જ નહીં કંપની દ્વારા મુંબઇમાં ઘર તથા કરોડો રૂપિયા જીતવાની કોમ્પિટિશન પણ રાખવામાં આવી છે. જ્યારે જિયોએ આ માટે 251 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં યૂઝર્સને 51 દિવસો માટે 102 જીબી ડેટા યૂઝ કરવા મળશે.


એરટેલ ટીવીઃ એરટેલ પણ પોતાની એરટેલ ટીવી એપ પર ફ્રીમાં તમામ મેચ દેખાડશે. જિયોની જેમ એરટેલે પણ પોતાના ગ્રાહકો માટે ઘણી ઓફર્સ લાવ્યું છે.

આગળ જાણો આઇપીએલની મેચ મોબાઇલ પર જોવાના બેસ્ટ ઓપ્શન અંગે

ફ્રીમાં મોબાઇલ પર લાઇવ આઇપીએલ| hotstar jio and airtel will stream ipl 2018 live

Hotstar: હોટસ્ટાર એપ્લિકેશન પણ આઇપીએલની મેચો મોબાઇલ પર લાઇવ ટેલિકાસ્ટ કરશે. જો કે, હોટસ્ટાર પર મેચ તમે ફ્રીમાં નહીં જોઇ શકો. આ માટે તમારે હોટસ્ટારની 1 વર્ષની મેમ્બરશિપ ખરીદવી પડશે. તેનો ચાર્જ 299 રૂપિયા છે. જો તમે જિયો અને એરટેલ યૂઝર નથી તો હોટસ્ટાર એપ પર તમે આઇપીએલની મજા માણી શકશો. જો તમે 1 વર્ષ માટે 299 રૂપિયાનો ખર્ચ કરવો પોષાય તો hotstar પર આઇપીએલ જોવાનો એક્સ્પીરિયન્સ વધુ સારો નીવડશે. કારણ કે, આ વર્ષે આઇપીએલના રાઇટ્સ સ્ટાર ગ્રૂપે  ખરીદ્યા છે. તે સિવાય પણ કન્ટેન્ટનું સ્ટ્રીમિંગ માયજિયોએપ અને એરટેલ ટીવી એપ કરતાં hotstar પર જોવાની વધુ મજા આવશે.  

 

નોંધઃ myjioapp, airtel tv એપ અને hotstar એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. 

X
ફ્રીમાં મોબાઇલ પર લાઇવ આઇપીએલ| hotstar jio and airtel will stream ipl 2018 live
ફ્રીમાં મોબાઇલ પર લાઇવ આઇપીએલ| hotstar jio and airtel will stream ipl 2018 live
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App