ભારતમાં લોન્ચ થયું 100 ઇંચનું સ્માર્ટ ટીવી

Vuનું 100 ઇંચનું સ્માર્ટ ટીવી
Vuનું 100 ઇંચનું સ્માર્ટ ટીવી

divyabhaskar.com

Sep 08, 2018, 04:38 PM IST

ગેજેટ ડેસ્કઃ Vu એ ભારતમાં પોતાનું નવું ટીવી Vu 100 લોન્ચ કરી દીધું છે. 100 ઇંચનું આ સ્માર્ટ ટીવી 4K HDR રિઝોલ્યૂશનને સપોર્ટ કરે છે. તે સિવાય ટીવીની અન્ય ખાસિયતોની વાત કરીએ તો તેમાં JBLના વૂફર અને સ્પીકર્સ આપવામાં આવ્યા છે, જે ડોલ્બી ઓડિયોને સપોર્ટ કરે છે. આ ટીવીની કિંમત 20 લાખ રૂપિયા છે અને તેનું વેચાણ Vuના ફ્લેગશિપ સ્ટોરથી થશે.

20 લાખના ટીવીની ખાસિયતો
આ ટીવીમાં આઇપીએસ ડિસ્પ્લે છે, તેનું રિઝોલ્યુશન 3840x2160 પિક્સલ છે. તે 2.5 અરબ કલર્સને સપોર્ટ કરે છે. તે સિવાય તેમાં ડાયનેમિક કોન્ટ્રોસ્ટ, અલ્ટ્રા સ્મૂધ મોશન કંટ્રોલ અને MPEG નોઇઝ કંટ્રોલ છે. આ ટીવી એન્ડ્રોઇડ 8.0 ઓરિયો પર ચાલે છે. તેમાં 2.5 જીબી રેમ છે અને ક્વૉડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ટીવી 16 જીબી સ્ટોરેજ સાથે આવશે. તેમાં નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ જેવી વીડિયો એપ પ્રી-ઇન્સ્ટોલ્ડ મળશે. તે સિવાય ટીવીમાં ગૂગલ પ્લે સ્ટોર અને ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ મળશે. ટીવી અંગે Vuનો દાવો છે કે, તેમાં 4K વીડિયોને યુએસબી દ્વારા પ્લે કરી શકાશે. ટીવીમાં ક્રોમકાસ્ટ, વાઇફાઇ અને HDMI 2.0 પોર્ટસ પણ છે.

આ ટીવીનું વજન 104 કિલો છે, આથી આ ટીવીને દિવાલ પર લટકાવવું પોસિબલ નથી લાગી રહ્યું. આ ટીવી ખરીદવા ઇચ્છુક લોકોએ, Vuના ફ્લેગશિપ સ્ટોરની મુલાકાત લેવાની રહેશે.

આ પણ વાંચોઃ Vivo V11 Pro ભારતમાં લોન્ચ, મળશે પાવરફુલ પરફોર્મન્સ અને કેમેરા

X
Vuનું 100 ઇંચનું સ્માર્ટ ટીવીVuનું 100 ઇંચનું સ્માર્ટ ટીવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી