• Home
  • Gadgets
  • Latest
  • વીવો વી11 પ્રો ભારતમાં લોન્ચ કિંમત | Aamir Khan launched Vivo V11 Pro in India

Vivo V11 Pro ભારતમાં લોન્ચ, મળશે પાવરફુલ પરફોર્મન્સ અને કેમેરા

હાલો ફુલ વ્યૂ ડિસ્પ્લે અને ઇન ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે Vivo V11 Proની ખાસિયત

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 02:43 PM
વીવો વી11 પ્રો ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે
વીવો વી11 પ્રો ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે

ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વીવોએ પોતાનો નવો સ્માર્ટફોન Vivo V11 Pro આજે (6 સપ્ટેમ્બર) મુંબઇમાં લોન્ચ કર્યો. વી સીરિઝનો આ સ્માર્ટફોન સુપરસ્ટાર આમિર ખાને લોન્ચ કર્યો. વીવો વી11 પ્રો એકદમ યુનિક હાલો ફુલ વ્યૂ ડિસ્પ્લે અને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર ધરાવે છે. Vivo V11 Pro સ્માર્ટફોન થ્રી-ડી કર્વ્ડ બેક ડિઝાઇન ધરાવે છે, જેને કારણે મોટી સ્ક્રીન હોવા છતાં ફોન અત્યંત સ્લિમ લાગે છે.


Vivo V11 Proના ફીચર્સ
- 6.41 ઇંચ ફુલ HD+ સુપર એમોલેડ ડિસ્પ્લે
- 6 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 660 પ્રોસેસર
- ડેડિકેટેડ મેમરીકાર્ડ સ્લોટ
- 3400 mAhની બેટરી
- ફાસ્ટ ચાર્જર અને હેડફોન મળશે
- ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ઇન્ફ્રારેડ ફેસ અનલોક ફીચર
- એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ

Vivo V11 Pro અત્યંત સ્લિમ બેઝલ ધરાવે છે. તેની ડિસ્પ્લે પર ખૂબ જ નાનો નૉચ છે, જેને કંપની હાલો ફુલ વ્યૂ ડિસ્પ્લે કહે છે. સુપર એમોલેડ ડિસ્પ્લે હોવાને કારણે તે ઓલવેઝ ઓન ડિસ્પ્લે ધરાવે છે. ફોન સાથે કેસ મળશે અને સ્ક્રીન ગાર્ડ પ્રી-એપ્લાય્ડ છે.

Vivo V11 Proની કિંમત

વીવો વી11 પ્રોને 25990 રૂ કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. વીવો વી11 પ્રોને સ્ટારી નાઇટ અને ડેઝલિંગ ગોલ્ડ એમ બે વેરિઅન્ટમાં ખરીદી શકાશે. ફોનનું વેચાણ 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. હાલમાં પ્રી-ઓર્ડર શરૂ થયો છે. વીવો વી11 પ્રોની ખરીદી HDFC બેન્કના કાર્ડથી કરવા પર 2000 રૂપિયાનું કેશબેક મળશે. તે સિવાય હાલમાં કંપની વન-ટાઇમ ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ આપી રહી છે.

આગળ જુઓ Vivo V11 Proના અન્ય ફોટોગ્રાફ્સ

આ પણ વાંચોઃ Oppo F9 Pro ભારતમાં લોન્ચ, 5 મિનિટના ચાર્જિંગમાં થશે બે કલાક સુધી વાતો

Vivo V11 Pro યુનિક હાલો ફુલ વ્યૂ ડિસ્પ્લે ધરાવે છે
Vivo V11 Pro યુનિક હાલો ફુલ વ્યૂ ડિસ્પ્લે ધરાવે છે
Vivo V11 Pro સ્ટારી નાઇટ (ડાબે) અને ડેઝલિંગ ગોલ્ડ (જમણે) બે વેરિઅન્ટમાં ખરીદી શકાશે
Vivo V11 Pro સ્ટારી નાઇટ (ડાબે) અને ડેઝલિંગ ગોલ્ડ (જમણે) બે વેરિઅન્ટમાં ખરીદી શકાશે
X
વીવો વી11 પ્રો ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છેવીવો વી11 પ્રો ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે
Vivo V11 Pro યુનિક હાલો ફુલ વ્યૂ ડિસ્પ્લે ધરાવે છેVivo V11 Pro યુનિક હાલો ફુલ વ્યૂ ડિસ્પ્લે ધરાવે છે
Vivo V11 Pro સ્ટારી નાઇટ (ડાબે) અને ડેઝલિંગ ગોલ્ડ (જમણે) બે વેરિઅન્ટમાં ખરીદી શકાશેVivo V11 Pro સ્ટારી નાઇટ (ડાબે) અને ડેઝલિંગ ગોલ્ડ (જમણે) બે વેરિઅન્ટમાં ખરીદી શકાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App