Divya Bhaskar

Home » Gadgets » Latest » Vivo Nex ભારતમાં લોન્ચ | Vivo Nex launched at 44990 Rs

પોપ-અપ કેમેરાવાળો Vivo Nex ભારતમાં લોન્ચ, કિંમત 44990 રૂપિયા, 4000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવવાની તક

Divyabhaskar.com | Updated - Jul 21, 2018, 12:36 PM

વિવો નેક્સનું પ્રી-બુકિંગ આજથી એમેઝોન ઇન્ડિયા પર શરૂ થઇ ગયું છે

  • Vivo Nex ભારતમાં લોન્ચ | Vivo Nex launched at 44990 Rs
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    Vivo Nexમાં સ્ક્રીન ટુ બોડી રેશિયો 91.24 ટકા છે

    ગેજેટ ડેસ્કઃ ગત 19 જુલાઇએ Vivo Nex સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો. વિવો નેક્સની ખાસિયત તેની અલ્ટ્રા ફુલ વ્યૂ ડિસ્પ્લે અને તેનો યુનિક પોપ-અપ ફ્રન્ટ કેમેરો છે. 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપતાં વિવો નેક્સની સીધી ટક્કર ઓપ્પોના ફાઇન્ડ એક્સ સ્માર્ટફોન સાથે છે. પરંતુ કિંમતના મામલે વિવોએ ઓપ્પોને હરાવી દીધું છે, કારણ કે ઓપ્પોના ફાઇન્ડ એક્સની કિંમત 59990 રૂપિયા છે. વિવોના આ પ્રીમિયમ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. Vivo Nexમાં સ્ક્રીન ટુ બોડી રેશિયો 91.24 ટકા છે. લોન્ચ ઇવેન્ટમાં Vivo Nexની નવી કૂલિંગ સિસ્ટમની જાણકારી આપવામાં આવી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે, તેની મદદથી લાંબા સમય સુધી ફોનમાં ગેમ રમવામાં આવશે તો પણ ફોન ગરમ નહીં થાય.


    Vivo Nexના ફીચર્સ
    - 6.59 ઇંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે
    - આ સ્ક્રીનનો એસ્પેક્ટ રેશિયો 19.3:9 છે
    - 8 જીબી રેમ
    - 128 જીબી
    - 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
    - 8 મેગાપિક્સલનો પોપ-અપ ફ્રન્ટ કેમેરો
    - લેટેસ્ટ ક્વૉલકોમ 845 પ્રોસેસર
    - એડ્રિનો 630 જીપીયુ
    - 4000 mAhની બેટરી
    - ડ્યુઅલ સિમ સપોર્ટ અને એન્ડ્રોઇડ ઓરિયો 8.1

    Vivo Nexની લોન્ચિંગ ઓફર
    - Vivo Nexને 44990 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે.
    - ફોનનું બુકિંગ આજથી (21 જુલાઇ) એમેઝોન ઇન્ડિયા પર શરૂ થઇ ગયું છે. તે સિવાય સિલેક્ટેડ રિટેલ સ્ટોરમાંથી પણ ફોન ખરીદી શકાશે.
    - Vivo Nexને HDFC બેન્કના ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ખરીદવામાં આવશે તો 4000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફરનો લાભ 16 ઓગસ્ટ સુધી મળશે.
    - તે સિવાય વ્યાજ વગરની EMI ઓફર, વન-ટાઇમ ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ મળશે.
    - વિવો દ્વારા બાયબેક ઓફર પણ જાહેર કરવામાં આવી છે.

    આગળ જુઓ Vivo Nexના અન્ય ફોટોગ્રાફ્સ

    વાંચોઃ વનપ્લસ 6 રિવ્યૂઃ 35000 રૂપિયાના ફોનમાં ખરેખર કેટલો દમ છે?​

  • Vivo Nex ભારતમાં લોન્ચ | Vivo Nex launched at 44990 Rs
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વિવો નેક્સનો ફ્રન્ટ કેમેરો સ્ક્રીન પર નથી પરંતુ ફોટો ક્લિક કરવો હશે ત્યારે કેમેરા ફોનની સૌથી ઉપરની તરફથી બહાર આવે છે અને પછી પાછો પોતાના જગ્યાએ જતો રહેશે.
  • Vivo Nex ભારતમાં લોન્ચ | Vivo Nex launched at 44990 Rs
    વિવો નેક્સની સીધી ટક્કર ઓપ્પો ફાઇન્ડ એક્સ અને વનપ્લસ 6 સાથે થશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending