• Home
  • Gadgets
  • Latest
  • વીવો NEX 2 બે સ્ક્રીનવાળો સ્માર્ટફોન | Vivo Nex 2 dual display smartphone

વીવોના આગામી સ્માર્ટફોનમાં હોઇ શકે છે બે સ્ક્રીન, રિયર કેમેરાથી જ લઇ શકશો સેલ્ફી

Vivo Nex 2 નામથી લોન્ચ થનારા સ્માર્ટફોનમાં મળશે ટ્રિપલ કેમેરા

divyabhaskar.com | Updated - Nov 30, 2018, 12:55 PM
વીવોના આગામી ફોનની લીક થયેલી ડ
વીવોના આગામી ફોનની લીક થયેલી ડ

ગેજેટ ડેસ્કઃ વીવો આગામી મહિને પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સ્માર્ટફોનને Vivo Nex 2 ના નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. હવે આ ફોન અંગે કેટલીક માહિતીઓ લીક થઇ છે, ચાઇનીઝ વેબસાઇટ Weiboના રિપોર્ટ અનુસાર, આ ફોનમાં બે સ્ક્રીન મળી શકે છે. તેની સાથે જ આ સ્માર્ટફોનમાં ફ્રન્ટ કેમેરા નહીં મળે અને રિઅર કેમેરાથી જ સેલ્ફી ક્લિક કરવાની રહેશે. જો કે, આ સ્માર્ટફોન અંગે કંપની તરફથી કોઇ સત્તાવાર નિવેદન નથી આવ્યું.

ફ્રન્ટમાં મળશે ફુલ સ્ક્રીન ડિસ્પ્લેઃ આ રિપોર્ટ અનુસાર, વીવોના સ્માર્ટફોનના ફ્રન્ટ પેનલ પર ફુલ સ્ક્રીન ડિસ્પ્લે મળી શકે છે. અર્થાત્ આ સ્માર્ટફોનમાં કોઇ પણ પ્રકારની નૉચ કે બેઝલ નહીં મળે. જ્યારે રિઅર પેનલ પર ટ્રિપલ કેમેરાની નીચે બીજો ડિસ્પ્લે મળશે.

Nubia X જેવી જ હશે ડિઝાઇનઃ ચીનમાં ગત મહિને જ ડ્યુઅલ સ્ક્રીનવાળો ફોન Nubia X લોન્ચ થયો હતો. ચર્ચાઓ અનુસાર, તેના જેવી જ ડિઝાઇન વીવોના ફોનમાં પણ મળી શકે છે. Nubia X માં પણ ફ્રન્ટ કેમેરા નથી અને સેલ્ફી માટે રિઅર કેમેરાનો યૂઝ કરવામાં આવે છે. વીવો ફોનમાં પણ આ પ્રકારનો જ કોન્સેપ્ટ મળી શકે છે.

X
વીવોના આગામી ફોનની લીક થયેલી ડવીવોના આગામી ફોનની લીક થયેલી ડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App