Home » Gadgets » Reviews » એક ફોનમાં બે વોટ્સએપ ચલાવવાની રીત | two whatsapp in one phone

એક ફોનમાં બે WhatsApp ચલાવવાની પ્રોસેસ

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 07:11 PM

ભારતમાં મોટી સંખ્યામાં લોકો ડ્યુઅલ સિમવાળા સ્માર્ટફોન યૂઝ કરે છે

  • એક ફોનમાં બે વોટ્સએપ ચલાવવાની રીત | two whatsapp in one phone

    ગેજેટ ડેસ્કઃ ઘણા લોકો આજે પણ નથી જાણતા કે એક ફોનમાં બે વોટ્સએપ કેવી રીતે યૂઝ કરી શકાય. ભારતમાં આજે મોટી સંખ્યામાં લોકો ડ્યુઅલ સિમવાળા સ્માર્ટફોન યૂઝ કરે છે. ઘણા લોકો એક નંબર કોલિંગ માટે અને બીજો નંબર ડેટા માટે રાખતાં હોય છે. એક સ્માર્ટફોનમાં બે વોટ્સએપ એકાઉન્ટ ઓપન કરવાની પ્રોસેસ જાણીએ.

    એક ફોનમાં બે વોટ્સએપ ચલાવવાની પહેલી રીત
    - તમે ડ્યુઅલ સિમવાળો શાઓમી સ્માર્ટફોન યૂઝ કરતાં હો તો Settingsમાં જાઓ. અહીં Dual Apps લખેલો ઓપ્શન હશે તેને સિલેક્ટ કરો. ધારો કે તમે સેમસંગનો ડ્યુઅલ સિમ ફોન યૂઝ કરતાં હો તો Settingsમાં જઇને Dual Messenger ઓપ્શન સિલેક્ટ કરો. આ બંને બ્રાન્ડ સિવાય અન્ય કોઇ સ્માર્ટફોન તમે યૂઝ કરતાં હો તો ડ્યુઅલ લખીને સર્ચ કરવું, તેમ છતાં પણ ઓપ્શન ન મળે તો ગૂગલ પર કે કંપનીના સ્ટોરમાં જઇ માહિતી મેળવી લેવી.
    - ડ્યુઅલ એપ્સ કે ડ્યુઅલ મેસેન્જર બંનેનો અર્થ છે, કે તમારા ફોનમાં જે એપ ઇન્સ્ટોલ કરી છે તેનું જ ક્લોન વર્ઝન તમને મળશે. હવે Dual Apps કે Dual Messengerમાં જઇને WhatsApp સામે ક્લિક કરવી. હવે તમારા ફોનમાં હોમ સ્ક્રીન પર વોટ્સએપનું બીજું આઇકન જોવા મળશે. તેમાં જઇને તમે પોતાના બીજા નંબર માટે વોટ્સેપ સેટઅપ કરી શકશો.

    બે વોટ્સએપ ચલાવવાની બીજી રીત
    બીજો ઓપ્શન છે કે તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી Parallel Space નામની એપ ડાઉનલોડ કરો. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઇ જાય પછી Add App ઓપ્શન પર ક્લિક કરવું અને WhatsApp સિલેક્ટ કરવું. આમ કરવાથી Parallel Space App ની અંદર ક્લોન વોટ્સએપ મળી જશે. જ્યાં તમે બીજા નંબર માટે વોટ્સએપ ઓપરેટ કરી શકશો.

    આ પણ વાંચોઃ 7349389104 નંબર પર WhatsApp કરીને જાણી શકશો ટ્રેનનું Live સ્ટેટસ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ