Truecallerનું નવું ફીચર, યૂઝર્સ કરી શકશે કોલ રેકોર્ડ

truecaller offers call recording feature

divyabhaskar.com

Aug 29, 2018, 05:29 PM IST

ગેજેટ ડેસ્કઃ અજાણ્યા નંબર પરથી આવતા કોલ અંગે જાણવા માટે મોટાભાગના લોકો Truecaller એપનો યૂઝ કરે છે. આ એપ્લિકેશનથી એ વ્યક્તિનો પણ નંબર જાણી શકાય છે જેનો નંબર ફોનમાં સેવ નથી હોતો. હવે, Truecaller પોતાના યૂઝર્સ માટે એક નવું ફીચર આવ્યું છે જેનાથી તેઓ પોતાના પર આવતાં કોલ્સ રેકોર્ડ કરી શકશે. ટ્રુકોલરનું આ ખાસ ફીચર આમ તો ઘણા ફોનમાં ઇનબિલ્ટ હોય છે, પરંતુ કેટલાંક ફોનમાં આ ફીચરનો યૂઝ કરવા માટે થર્ડ પાર્ટ એપનો યૂઝ કરવો પડે છે, પરંતુ હવે આમ કરવાની જરૂર નથી.


Truecallerના આ ફીચરનો યૂઝ પ્રીમિયમ યૂઝર્સ કરી શકશે. જો તમને પ્રીમિયમ મેમ્બરશિપમાં ઇન્ટરેસ્ટ હશે તો તમારે તેના માટે દર મહિને 49 રૂપિયા અથવા વાર્ષિક 449 રૂપિયા ચૂકવવાના રહેશે. મેમ્બરશિપ ખરીદતાં પહેલા તમે ટ્રાયલ ઓપ્શનનો પણ યૂઝ કરી શકશો. ટ્રાયલ માટે 14 દિવસો મળશે. જેમાં યૂઝર કોલ રેકોર્ડિંગ કરી શકશે.

Truecallerમાં કોલ રેકોર્ડિંગ ફેસિલિટીનો યૂઝ કરવાની પ્રોસેસ
- સૌથી પહેલા ચેક કરો કે તમારા ફોનમાં truecaller એપનું 9.13.7 કે તેથી ઉપલું વર્ઝન હોય. ત્યારબાદ ટ્રુકોલર આઇડીથી લોગ ઇન કરો અથવા નવું આઇડી બનાવો. Truecaller હોમ સ્ક્રીન પર દેખાતા મેનુ બટન પર ક્લિક કરો. બાદમાં કોલ રેકોર્ડિંગ ઓપ્શન સિલેક્ટ કરો.
- જો તમારી પાસે પ્રીમિયમ મેમ્બરશિપ નથી તો તમને ટ્રાયલ શરૂ કરવાનો એક ઓપ્શન દેખાશે. જો તમારી પાસે પ્રીમિયમ મેમ્બરશિપ હશે તો તમારે કોલ રેકોર્ડ કરવાની અને તેને સ્ટોર કરવાની પરમિશનને સ્વીકારવી પડશે.
- તમામ સ્ટેપ ફોલો કર્યા પછી સ્ક્રીન પર view recording settings પર ટેપ કરો. અહીં તમે ઓટો અને મેન્યુઅલ મોડનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ઓટો મોડ લાગૂ થયા પછી તમારા નંબર પર આવતાં કોલ રેકોર્ડ થવા લાગશે. જો તમે મેન્યુઅલ મોડ સિલેક્ટ કરશો તો કોલ આવવા પર તમારી સ્ક્રીન પર મેન્યુઅલ મોડનું એક નાનું આઇકન દેખાશ. તમે આ મેન્યુઅલ મોડથી રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી શકો છો. સાથે જ આ ઓપ્શનથી રેકોર્ડિંગને પણ સ્ટોપ કરી શકાય છે.
- તમામ રેકોર્ડ થયેલા કોલ સ્માર્ટફોનના ઇન્ટરનલ સ્ટોરેજમાં સેવ થશે. જેને તમે ફાઇલ મેનેજરનો યૂઝ કરી શકો છો. જો કે, એપ તમને એક્સટર્નલ સ્ટોરેજ પર રેકોર્ડિંગ કરવાની પરમિશન નહીં આપે. ઉલ્લેખનીય છે કે, એન્ડ્રોઇડ 9 પાઇની સાથે ગૂગલે કોલ રેકોર્ડ કરવાની ફેસિલિટી હટાવી દીધી છે. આથી જો તમે એન્ડ્રોઇડ પાઇ ઓએસ અપડેટ કરશો તો કોલ રેકોર્ડિંગ નહીં કરી શકો.

આ પણ વાંચોઃ ગૂગલે લોન્ચ કર્યું Android 9 Pie, Pixel સ્માર્ટફોન્સને સૌથી પહેલા મળશે

X
truecaller offers call recording feature
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી