તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખરાબ મેમરી કાર્ડને રિપેર કરવાની ટ્રિક|Trick To Repair Damage Memory Card

મેમરી કાર્ડ ખરાબ થવાનું મુખ્ય કારણ એંડ્રોઇડ હોઇ શકે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક: મોટાભાગના લોકો મોબાઇલમાં એક્ટ્રા સ્ટોરેઝ માટે મેમરી કાર્ડનો ઉપયોગ કરતા હોય છે, પણ જો મેમરી કાર્ડ જ ખરાબ થઇ જાય તો શું, આજે અમે આપને જણાવીશું કેમ ખરાબ થાય છે તમારું મેમરી કાર્ડ અને તેને માત્ર 2 મિનિટની અંદર કેવી રીતે રિપેર કરી શકાય. 

 

ઘરે બેઠા આ રીતે ઠીક કરી શકાય ખરાબ મેમરી કાર્ડને

 

* સૌથી પહેલા તમારા મેમરી કાર્ડને પોતાના લેપટોપ અથવા કોમ્યુટર સાથે કનેક્ટ કરો. તેને કાર્ડ રીડરની મદદથી કનેક્ટ કરી શકાય છે. 
* ત્યારબાદ Ctrl+R કમાન્ડ આપો, હવે જે વિન્ડો ઓપન થશે તેમાં CMD લખીને એન્ટર આપો. 
* હવે તમારા મેમરી કાર્ડનું નામ તેમા એડ કરો. ઉદાહરણ રીતે જો તમારા મેમરી કાર્ડનું નામ L: છે તો L: ટાઇપ કરીને એન્ટર કરો. 
* ત્યારબાદ ફોર્મેટ L: ટાઇપ કરીને એન્ટર કરો. 
* હવે તમારી પાસે એક કન્ફર્મેશન મેસેજ આવશે તેમા હા માટે Y અથવા ના માટે N એન્ટર કરો. 
* Y પર ક્લિક કરવાથી તમારું મેમરી કાર્ડ Format થવા લાગશે અને ત્યારબાદ તમારા મેમરી કાર્ડને તમે પહેલાની જેમ યૂઝ કરી શકશો


કેવી રીતે થાય છે મેમરી કાર્ડ ખરાબ ? 

 

સ્માર્ટફોનમાં બ્રાઉઝિંગ કરતી વખતે કોઇ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ થાય ત્યારે તેમા વાયરસ આવી જાય છે જેનાથી મોબાઇલની સાથે મેમરી કાર્ડ પણ ખરાબ થઇ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે મેમરી કાર્ડના ખરાબ થવા પાછળનું કારણે એન્ડ્રોઇડ પણ હોઇ શકે, કારણ કે તેમાથી વધારે વાયરસ આવે છે. 

 

( નોંધ: આ પ્રોસેસ દ્વારા માત્ર મેમરી કાર્ડ જ સરખું થશે, તેમા ડિલીટ થયેલો ડેટા પરત નહી મેળવી શકાય.)