આ ફોલ્ડરને તરત કરો Delete, ફોનની સ્પીડ થઇ જશે નવા જેવી

100માંથી 90 સ્માર્ટફોન યૂઝરને ફોન સ્લો થવાની કે હેંગ થવાની ફરિયાદ હોય છે

divyabnhaskar.com | Updated - Apr 04, 2018, 08:29 PM
Delete whatsapp folder to make smartphone fast

ગેજેટ ડેસ્કઃ ઘણીવાર સ્માર્ટફોન યૂઝર્સ ફરિયાદ કરતાં હોય છે, કે ફોન સ્લો થઇ ગયો કે ફોન હેંગ થવા લાગ્યો છે. જો કે, ફોન સ્લો થવાનું મુખ્ય કારણ ફોનમાં સ્ટોરેજ ફુલ થવાનું છે. ફોન વારંવાર હેન્ગ થતો હોય ત્યારે યૂઝર ઘણીવાર એક-એક ફોલ્ડર અને ફોટો ડિલીટ કરવાનું શરૂ કરતાં હોય છે. ઘણા કિસ્સામાં યૂઝર્સ એપ્લિકેશન ડિલીટ કરતા હોય છે.

100માંથી 90 યૂઝર્સને ફોનની સ્પીડને લગતા પ્રોબ્લેમ હોય છે. ઘણી વખત વિવિધ ફાઇલ્સ ડિલીટ કરવા છતાં સ્લો ફોનનો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. સ્લો ફોનના પ્રોબ્લેમ સોલ્વ માટે ઘણા લોકો ફોન પણ ફોર્મેટ કરતા હોય છે. ફોનના સ્લો થવા પાછળ તેનું હાર્ડવેર પણ જવાબદાર હોઇ શકે છે. જો કે, ફોનમાં એક ફોલ્ડર હોય છે જેમાં ડેઇલી ડેટા સેવ થતો હોય છે. આ ડેટા તમને ક્યારેય દેખાશે નહીં પરંતુ ઘણીવાર તેમાં MBથી GB સુધી ડેટા સ્ટોર થતો હોય છે. જેનાથી ફોન સ્લો થઇ જતો હોય છે. તેવામાં આ ફોલ્ડરને ફોનમાંથી તરત ડિલીટ કરવું જોઇએ.

આગળની સ્લાઇડ્સમાં જાણો ફોનમાં ક્યાં હોય છે આ ફોલ્ડર

Delete whatsapp folder to make smartphone fast

# વોટ્સએપ SENT ફોલ્ડર

 

તમારા વોટ્સએપ પર ફોટો, વીડિયો, GIF, PDF, કોન્ટેક્ટ, ઓડિયો સહિતની ઘણી ફાઇલ્સ આવતી હોય છે. યૂઝર્સ તેને જોતાં તો હોય છે પણ ડિલીટ નથી કરતા. એટલું જ નહીં તમે જ્યારે આ ફાઇલ્સને બીજા ગ્રૂપ કે કોન્ટેક્ટને ફોરવર્ડ કરો છો ત્યારે ફાઇલ જેટલી વાર ફોર્વર્ડ થાય તેટલી સ્પેસ રોકે છે. જો કે, વોટ્સએપ દ્વારા સેન્ડ કરેલી ફાઇલ દેખાતી નથી. 

Delete whatsapp folder to make smartphone fast

# અહીંથી ડિલીટ કરો ફોલ્ડર

 

આ ફોલ્ડર તમે ફોનના સ્ટોરેજમાં જઇને જોઇ શકશો. તેના માટે સ્ટોરેજમાં જઇને WhatsApp => Media => WhatsApp Video => Sent પર જવું પડશે. સેન્ડ આઇટમ વીડિયો, વોલપેપર, એનિમેશન, ઓડિયો, ડોક્યુમેન્ટ્સ, ઇમેજની અંદર અલગ-અલગ ફોલ્ડરમાં હોય છે. આ ડેટા ફોનની મેમરીને ખૂબ ઝડપથી ભરી દે છે. તેવામાં SENT ફોલ્ડરનો ડેટા તરત ડિલીટ કરવો પડશે.    

X
Delete whatsapp folder to make smartphone fast
Delete whatsapp folder to make smartphone fast
Delete whatsapp folder to make smartphone fast
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App