ગેજેટ ડેસ્કઃ ટેક્નિકલરની માલિકીવાળી ફ્રેન્ચ કંપની થોમસને ગત સપ્તાહે ભારતમાં ત્રણ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા. જેમાં 43 ઇંચનું 4K UHD HDR, 40 ઇંચ અને 32 ઇંચના સ્માર્ટ ટીવી. થોમસન કંપનીએ આ સ્માર્ટ ટીવીને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત નોઇડાની SPPL કંપની સાથે મળીને તૈયાર કર્યા છે. આ સ્માર્ટ ટીવીનું વેચાણ એક્સક્લુસિવલી ફ્લિપકાર્ટ પર થઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની શાઓમીએ ભારતીય માર્કેટમાં ટીવી લોન્ચ કર્યા હતા, જેની જબરદસ્ત ડિમાન્ડ જોવા મળી છે.
થોમસન કંપનીના 43 ઇંચના ટીવીના ફીચર્સઃ Thomson કંપનીએ 43 ઇંચનું ટીવી લોન્ચ કર્યું છે, તેનું મોડલ 43TM4377 છે. આ ટીવીની કિંમત 27,999 રૂપિયા છે. તેમાં LGની IPS પેનલ છે. આ ટીવી HDR સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ ટીવી 178 ડિગ્રીનો વ્યૂઇંગ એંગલ ધરાવે છે. ટીવી એન્ડ્રોઇડ 4.4.4 કિટકેટ પર ચાલે છે. ટીવીમાં 1 જીબી રેમ છે તથા 8 જીબી સ્ટોરેજ છે. હેડફોન જેક અને એસડી કાર્ડ સ્લોટ છે. ટીવીમાં વાઇફાઇ કનેક્ટિવિટી પણ મળશે.
આગળ જાણો થોમસનના 40 ઇંચ અને 32 ઇંચના સ્માર્ટ ટીવીના ફીચર્સ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.