ઇનોવેશન / શરીરનું તાપમાનને જાળવી રાખવામાં મદદ કરશે આ કાપડ

This cloth will help maintain body temperature
X
This cloth will help maintain body temperature

  • મેરીલેન્ડ યુનિવર્સિટીની ટીમે બનાવેલા કાપડમાં નેનોટ્યૂબનો ઉપયોગ કર્યો છે
  • નેનોટ્યૂબ મનુષ્યના વાળથી હજાર ઘણો પાતળો હોય છે, જે ગરમી લાગવાથી સંકોચાઇ જાય છે, અને ઠંડી લાગવાથી વિસ્તરે છે
  • આ કાપડ ગરમીમાં ઠંડુ રહે છે અને શિયાળામાં ગરમ રહે છે

divyabhaskar.com

Feb 11, 2019, 12:47 PM IST

ગેજેટ ડેસ્ક. મેરીલેન્ડ યુનિવર્સિટીની ટીમે આ કાપડ બનાવ્યું છે, જે શરીરનું તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે. આ કાપડ દેખાવમાં ઊનના કાપડ જેવુ લાગે છે. પરંતુ આ કાપડમાં નેનો ટ્યૂબ લાગેલા હોય છે. આ કાપડ બનાવનારી ટીમનું કહેવું છે કે આ કાપડની મદદથી યૂઝરને ઠંડી અને ગરમીમાં અલગ અલગ કપડા પસંદ કરવા નહીં પડે, કારણ કે આ કાપડ પહેરવાથી જ્યારે શરીરનું તાપમાન અનુસાર એડજેસ્ટ થઇ જશે.

 

આ કાપડમાં નેનોટ્યૂબ લગાવામાં આવી છે, જ્યારે શરીરનું તાપમાન ગરમ હશે ત્યારે તેને નેનોટ્યૂબ તેની જાતે જ સંકોચાઇ જશે અને શરીરનું તાપમાન ઠંડું હશે ત્યારે નેનોટ્યૂબ ફેલાઇ જશે. આ કપડાની કિંમત 5 ડોલર(રૂ.350ની આસપાસ) રાખવામાં આવશે.

35 ટકા સુધીનું તાપમાન સંભાળી શકશે આ કાપડ

આ પ્રકારનું કાપડ પહેલી વખત બનાવવામાં આવ્યું નથી, આ પ્રકારનું કાપડ અગાઉ પણ બનાવવામાં આવ્યું છે. જે શરીરના તાપમાન મુજબ એડજેસ્ટ થઇ શકે. સામાન્ય રીતે અત્યાર સુધી આ પ્રકારનું કાપડ સ્પોર્ટ્સવેરમાં બનાવવામાં આવે છે. 
આ કાપડને બનાવનાર ટીમે જણાવ્યું કે આ કાપડ શરીર 35 ટકા સુધીના તાપમાનને સંભાળી શક્વાની ક્ષમતા ધરાવે છે. જ્યારે અન્ય બજારમાં મળતા કાપડ માત્ર 5 ટકા સુધી તાપમાનને સંભાળી શકે છે. 
3. આ કાપડ ઠંડી અને ગરમી બંને સીઝનમાં પહેરી શકાય
આ કાપડને ઉનથી બનાવમાં આવ્યું છે. કાપડને નેનોટ્યૂબ દ્વારા કોટિંગ કરવામાં આવ્યું છે. કાપડ બનાવનારી ટીમ મુજબ, નેનોટ્યૂબ મનુષ્યના વાળ કરતા હજાર ઘણા પાતળા હોય છે. જે નેનોટ્યૂબ ખાસ પ્રકારના કાર્બન આધારિત ધાતુથી બનેલા છે. શરીરનું તાપમાન વધે અથવા પરસેવો નીકળે ત્યારે નેનોટ્યૂબ સંકોચાઇ જાય છે. જેનાથી ઇલેટ્રોનિક ચાર્જ ઉત્પન્ન થાય છે અને શરીરની ગરમી બહાર આવે છે. 
આ પ્રકારે જ્યારે તાપમાન ઓછુ  હોય ત્યારે નેનોટ્યૂબ ફેલાઇ જાય છે અને બહારની હવાને અંદર આવવાથી રોકી શકાય છે. આ કાપડને કોઇ પ્રકારની વિજળીની જરૂર નથી કે ન બેટરીની જરૂર નથી. આ કાપડ ફિજીક્સ પર કામ કરે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી